શોધખોળ કરો
Advertisement
બેયર ગ્રિલ્સ સાથે જોવા મળશે સુપર સ્ટાર રજનીકાંત, જુઓ ટ્રેલર
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી બાદ બેયર ગ્રિલ્સ સાથે હવે સુપર સ્ટાર રજનીકાંત જોવા મળશે. બેયર ગ્રિલ્સે પોતે એક ટ્વિટ કરીને રજનીકાંત સાથેના એપિસોડનું ટ્રેલર રિલીઝ કર્યું છે.
મુંબઈ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી બાદ બેયર ગ્રિલ્સ સાથે હવે સુપર સ્ટાર રજનીકાંત જોવા મળશે. બેયર ગ્રિલ્સે પોતે એક ટ્વિટ કરીને રજનીકાંત સાથેના એપિસોડનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ટ્રેલરમાં રજનીકાંત પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં ચશ્મા પહેરતા જોવા મળ્યા હતા. ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થનારા શોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ શોમાં બેયર ગ્રિલ્સ કોઈ પણ સુવિધા વગર જંગલમાં 24 કલાક પસાર કરે છે.
એક મિનિટના ટીઝરમાં બતાવવામાં આવ્યું છે, રજનીકાંત જંગલની અંદર આવેલા તળાવમાં એટીવી સાથે જતા જોવા મળે છે. આ ઉપરાંત તેઓ દોરડાની મદદથી ઉપર ચઢવાનો પ્રયાસ કરે છે અને જંગલમાં સર્વાઈવ થવા માટે અન્ય કેટલીક ડેન્જરસ એક્ટિવિટી કરતાં જોવા મળ્યાં હતાં.
રજનીકાંત તથા બેયર જૂના બ્રીજ પર ચાલતા જોવા મળ્યાં હતાં. આ વીડિયોમાં રજનીકાંત કહે છે કે આ રિયલ એડવેન્ચર છે અને તેઓ પોતાની ટ્રેડ માર્ક સ્ટાઈલ સાથે સનગ્લાસ પહેરે છે. આ ટ્રેલરમાં બેયક અને રજનીકાંત ચિતા હાથી અને અન્ય જાનવરો વચ્ચે જંગલમાં ફરતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ ટ્રેલરના અન્ય એક સીનમાં રજનીકાંત પુલ પર લટકતા જોવા મળી રહ્યા છે. ટ્રેલરના અંતમાં રજનીકાંત પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં ચશ્મા પહેરતા બોલી રહ્યા છે કે આ એક ખૂબ જ સારૂ એડવેન્ચર છે.Superstar @Rajinikanth’s relentless positivity and never giving up spirit was so visible in the wild as he embraced every challenge thrown at him. Respect! Watch Into The Wild with @BearGrylls on March 23 at 8:00 pm. @DiscoveryIN #ThalaivaOnDiscovery pic.twitter.com/s9PodYGv05
— Bear Grylls (@BearGrylls) March 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement