શોધખોળ કરો
Advertisement
Exclusive: સુશાંતના બેંક ખાતાના ફોરેસિંક ઓડિટ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, રિયાને લઈ સામે આવી આ વાત
સુશાંતના બેંક ખાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 70 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર થયું છે.
નવી દિલ્હીઃ સુશાંતના બેંક ખાતાના પાંચ વર્ષના ઓડિટ રિપોર્ટમાં મોટી માહિતી સામે આવી છે. જે મુજબ સુશાંતના બેંક ખાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 70 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર થયું છે. જેનો મતલબ સુશાંતના બેંક ખાતામાં આશરે 70 કરોડ રૂપિયા આવ્યા અને તેમાંથી ખર્ચ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતના બેંક ખાતાનું ફોરેન્સિક ઓડિટ કરાવ્યું હતું.
ઓડિટ રિપોર્ટ મુંબઈ પોલીસે સીબીઆઈ તથા ઈડીને સોંપી દીધી છે. ગ્રાંટ થોર્ટન નામની કંપનીના ઓડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતના એકાઉન્ટમાંથી રિયાના એકાઉન્ટમાં કોઈ ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેકશન થયું નથી. ઓડિટ રિપોર્ટથી ખબર પડે છે કે સુશાંત જિંદગી એશો આરામથી જીવતો હતો. ખુદની સાથે સાથે મિત્રો, પરિવાર અને સ્ટાફ પર ખૂબ ખર્ચ કરતો હતો.
સુશાંતે કમાયેલા 70 કરોડમાંથી મુંબઈમાં એક ફ્લેટ, મોંઘી ગાડીઓ અને બાઈક પર ખર્ચ કર્યો છે. તેણે અલગ-અલગ બેંકમાં 5-7 કરોડની એફડી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યુ હતું. તેણે 5 કરોડથી વધારેનો ટેક્સ ભર્યો છે. કરોડો રૂપિયા મેનેજર, સ્ટાફ, હરવા-ફરવા અને ઘરમાં ખર્ચ કર્યા છે.
રિયા અને તેના પરિવાર પર સુશાંતે કેટલા રૂપિયા ખર્ચ કર્યા તેની ઈડી હાલ જાણકારી લઈ રહી છે. સુશાંત મોટી રકમ રિયા તથા તેના પરિવાર પર ખર્ચ કરી હોવાની આશંકા છે. આશરે 50 લાખ રૂપિયા સુશાંતના એકાઉન્ટમાંથી રિયા અને તેના ભાઈ પર ખર્ચ કરવામાં આવ્યા છે. આ ખર્ચ યુરોપ ટૂર, શોપિંગ, સ્પા, હોટલ અને ટિકિટ બુકિંગ પર ખર્ચ કરવામાં આવ્યા છે.
અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા શરૂ થશે સી પ્લેન સર્વિસ, જાણો કેટલી હશે ટિકિટ
ગૃહ મંત્રી અમિત શાહ થયા ઠીક, એઇમ્સમાંથી જલદી થશે ડિસ્ચાર્જ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion