શોધખોળ કરો
Advertisement
બોલીવૂડની આ હોટ એક્ટ્રેસ 10 વર્ષ બાદ ફિલ્મોમાં કરશે વાપસી, જાણો
એક્ટ્રેસ આશરે 10 વર્ષ બાદ ફિલ્મોમાં પરત ફરશે. ફિલ્મ વિશે હાલ કોઈ જાણકારી સામે નથી આવી.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી અને પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા સેન ફરિ એક વખત ફિલ્મોમાં વાપસી કરી રહી છે. આશરે 10 વર્ષ બાદ તે ફિલ્મોમાં પરત ફરશે. તેણે છેલ્લે વર્ષ 2010માં નો પ્રોબ્લેમ ફિલ્મમાં જોવા મળી હતી. સુષ્મિતા સેને સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને આ વાતની જાણકારી આપી છે.
સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, હું હમેશા એ પ્રેમમાં રહી છું, જે ધૈર્ય જાણે છે. એકલતાપણુ મને મારા ફેન્સના ફેન બનાવે છે. તેમણે સ્ક્રીન પર મારી વાપસી માટે 10 વર્ષ સુધી રાહ જોઈ. મને જિંદગીના દરેક પડાવ પર પ્રેમ આપ્યો અને નિષ્ઠાથી પ્રોત્સાહિત પણ કરી. હું માત્ર તમારા માટે પરત આવી રહી છું. હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરુ છું.
સુષ્મિતા સેનની ફિલ્મ વિશે હાલ કોઈ જાણકારી સામે નથી આવી. આશા છે કે સુષ્મિતા આગામી વર્ષે સ્ક્રીન પર જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement