શોધખોળ કરો
Advertisement
તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ'એ બીજા દિવસે કરી શાનદાર કમાણી, જાણો કલેક્શન
અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ થપ્પડ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે બીજા દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.
મુંબઈ: અનુભવ સિન્હાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ થપ્પડ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે બીજા દિવસે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. થપ્પડના સમીક્ષકોએ ખૂબ વખાણ કર્યા છે. ઘરેલુ હિંસા જેવા ગંભીર મુદ્દા પર બનેલી ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે બીજા દિવસની કમાણીના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ શનિવારે 5.05 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મને પ્રથમ દિવસે 3 કરોડની ઓપનિંગ મળી હતી. આ રીતે જોઈએ તો બીજા દિવસે ફિલ્મની કમાણીમાં વધારો થયો છે. બે દિવસમાં ફિલ્મ થપ્પડે 8.17 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.#Thappad jumps on Day 2... Occupancy at metros - target audience - witnesses substantial growth... Needs to maintain the pace on Day 3... Eyes ₹ 14 cr [+/-] total in its *opening weekend*... Fri 3.07 cr, Sat 5.05 cr. Total: ₹ 8.12 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) March 1, 2020
ફિલ્મમાં તાપસી પન્નુ સિવાય પવૈલ ગુલાટી,માયા સરાઓ,રત્ના પાઠક,તનવી આઝમી,કુમુદ મિશ્રા,ગીતિકા વૈદ્ય,રામ કપૂર અને દિયા મિર્જા છે. આ ફિલ્મને ડિરેક્ટ અનુભવ સિન્હાએ કરી છે. આ ફિલ્મને ફિલ્મ સમીક્ષકો તરફથી સારા રિવ્યૂ મળ્યા અને સોશિયલ મીડિયામાં પણ લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે. થપ્પડ ફિલ્મું બજેટ 22 કરોડ છે. આ ફિલ્મને ભારતમાં 2300 કરતા વધારે અને ઓવરસીઝમાં 400 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement