જો સતિષ કૌશિક આ શોમાં કામ કરવાની ના પાડશે તો નિર્મલ સોનીનો આ રોલ માટે સંપર્ક કરવામાં આવશે. આ સીરિયલ શરૂ થઈ ત્યારે નિર્મલ સોની જ ડો. હાથીનો રોલ કરતો હતો પણ પછી તેને બદલીને ડો. આઝાદને લવાયા હતા. હવે ફરી સોનીને પાછો લઈ અવાય તેવી શક્યતા છે.
3/7
4/7
સુત્રોના જણાવ્યા પ્રમાણે અસિત કુમારે ડો. હાથીના પાત્ર માટે સતિષ કૌશિક અને નિર્મલ સોની એ બે નામ પર વિચાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અસિત મોદીએ સતિષ કૌશિકનો સંપર્ક કર્યો હતો. હાલમાં બંને વચ્ચે વાતચીત થઈ રહી છે. જોકે, સતિષ કૌશિકે હજી સુધી આ શોમાં કામ કરવાની હા પાડી નથી.
5/7
6/7
ડૉ હાથીના રોલ માટે હજી સુધી નવું પાત્ર પસંદ કરવામાં આવ્યું નથી પણ 28 જુલાઈએ સીરિયલને 10 વર્ષ પૂરાં થાય તે નિમિત્તે રાખેલી પૂજા થઈ ગયા બાદ જ નવું પાત્ર પસંદ કરવામાં આવશે. ડિરેક્ટર અસિત કુમાર મોદીએ ડૉ. હાથીના પાત્ર માટે બે નામ વિચારી પણ રાખ્યાં છે.
7/7
મુંબઈઃ સબ ટીવીની અત્યંત લોકપ્રિય ટીવી સીરિયસ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડૉ.હાથી બનતા કવિ કુમાર આઝાદના આકસ્મિક મોતથી સીરિયલના ચાહકો હજુ આઘાતમાં છે. બીજી તરફ સીરિયલની ડિરેક્ટર અસિત કુમાર મોદીએ. હાથીના પાત્ર માટે કલાકારની શોધ શરૂ કરી છે.