Tarak Mehta Ka Ulta Chashma : 'બાઘો' પહેલા કયા રોલમાં આવેલો? પછી કઈ રીતે થઈ બાઘા તરીકે પસંદગી?
લોકોને પોતાના અભિનયથી હસાવનાર બાઘાએ બાઘા તરીકે તારક મહેતામાં એન્ટ્રી કરી તે પહેલા પણ તે શોમાં નાના નાના રોલ કરી ચૂક્યો છે. તેમજ તેના આ જ રોલથી પ્રભાવિત થઈને તેને બાઘાનો રોલ મળ્યો હતો.
![Tarak Mehta Ka Ulta Chashma : 'બાઘો' પહેલા કયા રોલમાં આવેલો? પછી કઈ રીતે થઈ બાઘા તરીકે પસંદગી? Tarak Mehta Ka Ulta Chashma : Bagha seen as rickshaw driver in show Tarak Mehta Ka Ulta Chashma : 'બાઘો' પહેલા કયા રોલમાં આવેલો? પછી કઈ રીતે થઈ બાઘા તરીકે પસંદગી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/23/5c37eeaf0d62f3108f70e088373e6622_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે તેમજ લોકો તેના કલાકારોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. દયાબેન ન હોવા છતા પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લોકપ્રિયતામાં કોઈ જ ઘટાડો થયો નથી. આજે અમે આ સિરિયલમાં ધૂમ મચાવનાર 'બાઘો' એટલે કે, તન્મય વેકરીયાની વાત કરી રહ્યા છીએ. 'જૈસી જીસકી શૌચ' તકીયા કલામ માટે જાણીતા અને લોકોને પોતાના અભિનયથી હસાવનાર બાઘાએ બાઘા તરીકે તારક મહેતામાં એન્ટ્રી કરી તે પહેલા પણ તે શોમાં નાના નાના રોલ કરી ચૂક્યો છે. તેમજ તેના આ જ રોલથી પ્રભાવિત થઈને તેને બાઘાનો રોલ મળ્યો હતો.
બાઘો બન્યા પહેલા તે સિરિયલમાં એક રીક્ષા ડ્રાઇવરના રૂપમાં નજર આવ્યો હતો. તન્મય વજન ઉતારવા ગયેલા ડો. હાથીને પરત ઘરે મુકવા આવે છે. જોકે, વજન ઘટવાને બદલે વજન વધી જતાં ડો. હાથીને સંસ્થા પરત મોકલી દે છે અને આ સમયે ડો. હાથી રીક્ષામાં ફસાઇ જતાં ખૂબ જ કોમેડી થાય છે. આ રીક્ષા બાઘાની હોય છે. જેમાં તેણે ખૂબ જ સુંદર અભિનય કર્યો છે.
Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાનું કેરેક્ટર પ્લે કરતી એક્ટ્રેસ મુનમુન દત્તા (Munmun Dutta) એ પોતાના ઘરનો એક વીડિયો શેર કર્યો છે. એક્ટ્રેસે પોતાની વીડિયો ચેનલ ‘MUNMUN DUTTA’ પર ફેંસ માટે એક વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં મુનમુન દત્તાએ પોતાના ઘરમાં એન્ટ્રી માટેના નિયમ પણ જણાવ્યા છે.
વીડિયોની શરૂઆતમાં મુનમુન કહે છે કે, તે પોતાના ઘરમાં એન્ટ્રી લેવા વાળાને ઘર બહાર જ બૂટ-ચપ્પલ કઢાવે છે. વીડિયોમાં મુનમુન જણાવે છે કે, તે પોતાના ઘરમાં બે બાલાડી રાખે છે.
હવે તે પોતાના ઘરનો નજારો બતાવી રહી છે. ઘરમાં મ્યૂટેડ કલરનો પેન્ટ કરાવ્યો છે. મુનમુન દ્તાના ઘરમાં વાઇટ અને ગ્રે પેન્ટ દેખાય છે. સાથે જ ત્યાં ગોલ્ડ ક્રાફ્ટે ફર્નિચર પણ છે. એક્ટ્રેસ જણાવી રહી છે કે, આ ઘર તેણે ખૂબ જ મહેનતથી બનાવ્યું છે અને તેનું ઇન્ટરિયર પોતે જ ડિઝાઇન કર્યું છે.
મુનમુન દત્તા પ્રમાણે, ઘરમાં મોટા પ્રમાણે ફર્નિચર કસ્ટમાઇઝ કરાયું છે. આ વીડિયોમાં મુનમુન દત્તા પોતાનું કિચન પણ બતાવી રહી છે. એક્ટ્રેસ કહે છે કે, તે પોતાના ઘર ખરીદી રહી હતી, ત્યારે તેણે પોતાનું કિચન જોયું હતુ. તે ખૂબ જ મોટું હતું. અહીં બે-ત્રણ લોકો આરામથી ઊભા રહીને કામ કરી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)