શોધખોળ કરો
બિગ બૉસના ઘરમાં આવીને સલમાન અચાનક કોના પર ગુસ્સે થઇ ગયો? જાણો વિગતે
સલમાન ખાને જેસ્મીનને કહ્યું કે, તેને જ પણ કર્યુ છે, તેને સ્વીકારવામાં નહીં આવે, સલમાને જેસ્મીનને રાખીની માફી માંગવાનુ કહ્યું. તેને કહ્યું તમે બાળકોની જેમ વર્તન કરવાનુ બંધ કરી દો, અને મેચ્યોરની જેમ વર્તો. આ પછી સલમાને અલી ગોનીને પુછ્યુ કે તેને સ્થિતિને કેમ ના સમજી અને જેસ્મીનને કેમ ના સમજાવી
![બિગ બૉસના ઘરમાં આવીને સલમાન અચાનક કોના પર ગુસ્સે થઇ ગયો? જાણો વિગતે bigg boss 14: salman khan anger on jasmin bhasin બિગ બૉસના ઘરમાં આવીને સલમાન અચાનક કોના પર ગુસ્સે થઇ ગયો? જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/03155725/Photos-2022.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઇલ તસવીર)
મુંબઇઃ બિગ બૉસ 14ના લેટેસ્ટ વીકેન્ડના વાર એપિસૉડની શરૂઆતમાં સલમાન ખાને ફેન્સને ન્યૂ ઇયરની શુભેચ્છાઓ પાઠવી, આ પછી તેને ઘરમાં રહેલા કન્ટેસ્ટન્ટ સાથે વાતચીત કરી અને જેસ્મીન ભસીન દ્વારા રાખી સાવંતને ઇજા પહોંચાડવાના મુદ્દાને ઉઠાવ્યો. જેસ્મીન આ ઘટના વિશે બતાવવા લાગી અને પોતાની હરકતો પર સ્પષ્ટતા કરવા લાગી, પરંતુ સમલાને આ બધાને ફગાવીને ફેંકી દીધુ, અને ગુસ્સે થઇ ગયો હતો.
સલમાન ખાને જેસ્મીનને કહ્યું કે, તેને જ પણ કર્યુ છે, તેને સ્વીકારવામાં નહીં આવે, સલમાને જેસ્મીનને રાખીની માફી માંગવાનુ કહ્યું. તેને કહ્યું તમે બાળકોની જેમ વર્તન કરવાનુ બંધ કરી દો, અને મેચ્યોરની જેમ વર્તો. આ પછી સલમાને અલી ગોનીને પુછ્યુ કે તેને સ્થિતિને કેમ ના સમજી અને જેસ્મીનને કેમ ના સમજાવી.
સલમાને કહ્યું અલી પોતાની સુવિધા અનુસાર કામ કરે છે, તેને કહ્યું દરેક વ્યક્તિ રાખીને પરેશાન કરી રહ્યું છે, તેને સૉફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યાં છે, કેમકે તે અલગ પ્રકારની શખ્સિયત છે. સલમાને કહ્યું તમે બધા રાખીને એટલા માટે હેરાન કરી રહ્યાં છો કે તેનુ વ્યક્તિત્વ અલગ છે. તે સારી રીતે અંગ્રેજી નથી બોલી શકતી.
![બિગ બૉસના ઘરમાં આવીને સલમાન અચાનક કોના પર ગુસ્સે થઇ ગયો? જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/03155601/Photos-2021-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)