Bigg Boss OTT 2 Finale : બિગ બોસની હિસ્ટ્રીમાં પ્રથમ વખત વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીએ શો જીત્યો, એલ્વિશ યાદવે પોતાને નામે કરી ટ્રોફી
બિગ બોસ ઓટીટીની સીઝન 2 ટોક ઓફ ધ ટાઉન હતી. આ સીઝને ઘણી લોકપ્રિયતા મેળવી અને દર્શકોને મનોરંજનનો ડોઝ પણ આપ્યો.
LIVE
Background
Bigg Boss OTT 2 Finale Live : બિગ બોસ ઓટીટીની સીઝન 2 ટોક ઓફ ધ ટાઉન હતી. આ સીઝને ઘણી લોકપ્રિયતા મેળવી અને દર્શકોને મનોરંજનનો ડોઝ પણ આપ્યો. આ વિવાદાસ્પદ શોનો ગ્રાન્ડ ફિનાલે આજે રાત્રે થવાનો છે. જે બાદ આખરે ખબર પડશે કે કોણે BB OTT 2 ની ટ્રોફી જીતી છે. ગ્રાન્ડ ફિનાલેનું આયોજન સલમાન ખાન કરશે. રસપ્રદ વાત એ છે કે ગ્રાન્ડ ફિનાલે હંમેશા વીકએન્ડ પર થતી આવી છે પરંતુ આ વખતે તે 14 ઓગસ્ટ, 2023 એટલે કે સોમવારે રાત્રે 9 વાગ્યે થઈ રહ્યો છે. બિગ બોસ OTT 2 ની ગ્રાન્ડ ફિનાલે JioCinema પર સ્ટ્રીમ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે શરૂઆતમાં આ શોને છ અઠવાડિયા સુધી ચલાવવાની યોજના હતી, પરંતુ દર્શકોના જોરદાર પ્રતિસાદ બાદ તેને લંબાવવામાં આવ્યો હતો. શોના પાંચ ફાઇનલિસ્ટ એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન, પૂજા ભટ્ટ, બબીકા ધુર્વે અને મનીષા રાની છે. જિયા શંકર શોમાંથી બહાર કરાયેલી છેલ્લી સ્પર્ધક હતી.
એલ્વિશ અને અભિષેક વિજેતા બનવાની રેસ ?
બિગ બોસ OTT 2 આજે તેના વિજેતાને મળશે. હાલમાં આ રેસમાં એલ્વિશ યાદવ અને અભિષેક મલ્હાન આગળ ચાલી રહ્યા છે. બંને વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. જો એલ્વિશ આ શો જીતે છે, તો તે પ્રથમ વખત બનશે જ્યારે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી ટ્રોફી જીતી હશે. હાલમાં દર્શકો પણ પરિણામને લઈને તેમના શ્વાસ રોકીને બેઠા છે.
બિગ બોસ OTT 2 માં વિજેતાને કેટલી ઈનામી રકમ મળશે ?
થોડા સમય પહેલા લાઈવ ફીડમાં મનીષા રાની અને અભિષેક મલ્હાન વિજેતાની ઈનામી રકમ વિશે વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન મનીષાએ કહ્યું હતું કે, "જો હું શો જીતીશ તો હું તને 25માંથી 5 લાખ આપીશ... આમ પણ તારે પૈસાની જરૂર નથી. જો તું જીતી ગયો તો મને 25 લાખમાંથી 12 લાખ આપજે. મારી પ્રોપર્ટી થઈ જશે મુંબઈમાં.." આના પર અભિષેકે કહ્યું હતું, "હમ્મ..ઓકે." આ બંનેની વાતચીત પરથી અટકળો લગાવવામાં આવી રહી છે કે બિગ બોસ OTT 2 ની ઈનામની રકમ 25 લાખ રૂપિયા હોય શકે છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કંઈ જાહેર કરવામાં આવ્યું નથી.
એલ્વિશ યાદવ વિજેતા બન્યો, અભિષેક ફર્સ્ટ રનર અપ
બિગ બોસ OTT 2 ને તેનો વિજેતા મળી ગયો છે. એલ્વિશ યાદવ આ શોનો વિનર બન્યો છે. તેણે 25 લાખ સાથે બિગ બોસ ટ્રોફી જીતી હતી. જ્યારે અભિષેક મલ્હાન ફર્સ્ટ રનર અપ રહ્યો હતો. જણાવી દઈએ કે એલ્વિશએ વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લીધી હતી.
મનીષા રાની ઘરની બહાર
મનીષા રાની ઘરની બહાર થઈ છે. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેએ મનીષા રાનીને બહાર કરી. હવે આ શોમાં ટોપ 2 સ્પર્ધકો છે. અભિષેક મલ્હાન અને એલ્વિશ યાદવ વચ્ચે જોરદાર મુકાબલો ચાલી રહ્યો છે. આ સાથે જ વોટિંગ લાઈનો પણ ખુલી ગઈ છે.
બિગ બોસમાં આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે પહોંચ્યા
આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે તેમની આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ 2 ના પ્રમોશન માટે ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચ્યા હતા. શોમાં આયુષ્માનનો પૂજાવાળો અવતાર પણ જોવા મળ્યો હતો.
સલમાન ખાને ડાન્સ કર્યો
Bigg Boss OTT 2 Live: આ શોમાં સલમાન ખાને ડાન્સ કર્યો હતો. તેણે તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનના ગીત બિલ્લી બિલ્લી પર ડાન્સ કર્યો હતો.
સલમાન ખાને બેબિકા ધુર્વેને બહારનો રસ્તો બતાવ્યો
બેબિકા ધુર્વે ઘરની બહાર થઈ છે. તેનું વિજેતા બનવાનું સપનું પૂરું થઈ ગયું છે. હવે આ શોને ટોપ 3 સ્પર્ઘક મળી ગયા છે. અભિષેક મલ્હાન, એલ્વિશ યાદવ અને મનીષા રાની ટોપ 3માં છે.