શોધખોળ કરો
Advertisement
રામાયણ અને શક્તિમાન બાદ દૂરદર્શન બાદ ફરીથી શરૂ થશે 90ના દાયકાની આ લોકપ્રિય સીરિયલ
ચાણક્યનુ નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્રિવેદીએ કર્યુ હતુ, વર્ષ 1991માં આ સીરિયલ દૂરદર્શન પર પ્રસારિત થતી હતી. હવે તે ફરીથી પહેલી એપ્રિલથી દૂરદર્શન પર બપોરે પ્રસારિત થશે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આખાદેશમાં લૉકડાઉનની વચ્ચે સરકાર અને તમામ નિર્માતા અને નિર્દેશકોએ પોતાની જુની સીરિયલોને ફરીથી પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે 90ના દાયકાની બે લોકપ્રિય સીરિયલ રામાનંદ સાગરની રામાયણ અને બીઆર ચોપડાની ચર્ચિત મહાભારતને પ્રસારિત કરી દીધી છે. બન્ને સીરિયલોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે આ લિસ્ટમાં વધુ એક જુની સીરિયલ જોડાઇ ગઇ છે.90ના દાયકાની સૌથી લોકપ્રિય ચાણક્ય સીરિયલ પણ દૂરદર્શન પર શરૂ થઇ રહી છે. ચાણક્યનુ નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્રિવેદીએ કર્યુ હતુ, વર્ષ 1991માં આ સીરિયલ દૂરદર્શન પર પ્રસારિત થતી હતી. હવે તે ફરીથી પહેલી એપ્રિલથી દૂરદર્શન પર બપોરે પ્રસારિત થશે.
ખાસ વાત છે કે, શક્તિમાન સીરિયલને પણ ફરીથી શરૂ કરવામાં આવી રહી છે, શક્તિમાન પણ 90ના દાયકાની સૌથી લોકપ્રિય સીરિયલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement