શોધખોળ કરો

આખરે એવું તે શું બોલી ગઈ ભારતી સિંહ કે હવે હાથ જોડીને માગી રહી છે માફી

જાણીતી કોમેડિયન ભારતી સિંહ તેના ફની અંદાજ માટે જાણીતી છે. પરંતુ આ વખતે તેને મજાક કરવી ભારે પડી ગઈ છે. દાઢી અને મૂછ પર કરેલી કોમેન્ટ પર હવે લોકોનો આક્રોશ વધી રહ્યો છે.

Bharti Singh: જાણીતી કોમેડિયન ભારતી સિંહ તેના ફની અંદાજ માટે જાણીતી છે. પરંતુ આ વખતે તેને મજાક કરવી ભારે પડી ગઈ છે. દાઢી અને મૂછ પર કરેલી કોમેન્ટ પર હવે લોકોનો આક્રોશ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ભારતી સિંહ સામે લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આખરે વિરોધ વધતા ભારતી સિંહએ એક વીડિયો જારી કરી માફી માગી છે.

View this post on Instagram
 
A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

શું હતી ઘટના?
હકિકતમાં ભારતી સિંહનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમા તે જેસ્મિન ભસીન સાથે વાત રી રહી છે. આ વીડિયોમાં તે દાઢી અને મૂંછને લઈને મજાક કરી રહી છે. ભારતી કહે છે કે દૂધ પીધા બાદ દાઢીને મોઢામાં નાખવાથી સેવઈયાનો ટેસ્ટ આવે છે. આ ઉપરાંત ભારતી સિંહએ એમ પણ કહ્યું કે, તેમની કેટલીક બહેનપણીઓ છે જે લગ્ન બાદ દાઢીમાંથી જીવાત કાઢવામાં બીજી છે. જો કે શીખ સમાજને આ મજાક પસંદ ન આવી અને હવે તેમણે ભારતી સિંહ સામે મોરચો ખોલી દીધો છે.

મે કોઈ સમાજનું નામ લીધુ નથી
હવે આ મામલે ભારતી સિંહએ માફી માગી છે. તેમણે વીડિયો શેર કરતી વખતે કહ્યું કે, એક-બે દિવસથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયો મને પણ મોકલવામાં આવ્યો છે અને મેસેજ પણ કરવામાં આવ્યો છે કે, મે દાઢી-મૂછની મજાક ઉડાવી છે. હું છેલ્લા બે દિવસથી વીડિયો જોઈ રહી છું. હું અપીલ કરુ છુ કે તે પણ વીડિયો જુઓ. મે કોઈ પણ ધર્મ કે કાસ્ટ વિશે વાત નથી કરી કે આ ધર્મના લોકો દાઢી રાખે છે. મે એમ પણ નથી કહ્યું કે પંજાબના લોકો દાઢી રાખે છે અથવા દાઢી મૂછ રાખવાથી આ પ્રોબ્લેમ થાય છે.

ભારતી સિંહે આગળ કહ્યું, હું મારા મિત્ર સાથે કોમેડી કરતી હતી કે આજકાલ લોકો દાઢી અને મૂછ રાખે છે. પરંતુ મારા આ શબ્દોથી જો કોઈ ધર્મ કે જાતિના લોકોને ઠેસ પહોંચી હોય તો હું હાથ જોડીને માફી માંગુ છું. હું પોતે પંજાબી છું અને મારો જન્મ અમૃતસરમાં થયો હતો. હું પંજાબનું ગૌરવ જાળવી રાખીશ અને મને પંજાબી હોવાનો ગર્વ છે. આ વીડિયોને શેર કરતા કોમેડિયને કેપ્શનમાં લખ્યું, હું કોમેડી કરું છું. લોકોને ખુશ કરવા ન કે કોઈનું દિલ દુભાવવા. જો મારાથી કોઈ વાતનું દુઃખ થયું હોય તો મને તમારી બહેન સમજીને માફ કરજો.

ટોપ સ્ટોરી

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Embed widget