શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કાંડમાં જેલભેગી થયેલી ભારતીને કપિલ શર્મા શૉમાંથી તગેડી મૂકાશે? જાણો ક્રિષ્ણા અભિષેકે શું કહ્યું?
કૉમેડિયન કૃષ્ણા અભિષેક ભારતી સિંહનો સપોર્ટ કર્યો છે, અને કહ્યું કે ભારતીને શૉમાં પાછુ આવવુ પડશે, અમારી પાસે શૉ છોડવાની કોઇ માહિતી આવી નથી
મુંબઇઃ ડ્રગ્સ કાંડમાં જેલભેગી થયેલી કૉમેડિયન ભારતી અને તેના પતિને કપિલ શર્મા શૉમાંથી તગેડી મુકવાની વાત જબરદસ્ત વહેતી થઇ હતી. હવે આ મામલે કૉમેડિયન કૃષ્ણા અભિષેકે પ્રતિક્રિયા આપી છે.
કૉમેડિયન કૃષ્ણા અભિષેકે ભારતી અંગે ખુલાસો કરતાં મીડિયા સાથે વાત કરી હતી. ડ્રગ્સ કાંડમાં ભારતીને એનસીબીએ પકડી હતી. કૃષ્ણા અભિષેકે કહ્યું કે કપિલ અને હું હંમેશા ભારતીની સાથે છીએ, તેને સપોર્ટ કરીએ છીએ. તેને શૉમાં પાછુ આવવુ પડશે, અમે ભારતીની સાથે ઉભા છીએ, હું અને કપિલ. તેને મારા તરફથી પુરેપુરુ સપોર્ટ છે. કૃષ્ણા અભિષેકે કહ્યું ચેનલે હજુ સુધી એવુ કોઇ પગલુ નથી ભર્યુ કે ભારતીને કાઢી મુકી હોય.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી ભારતી સિંહના ધ કપિલ શર્મા શૉને છોડવાની ચાલી રહી છે. આના પર પહેલી કીકૂ શારદા અને હવે કૃષ્ણા અભિષેકે મોટુ રિએક્શન આપ્યુ છે. કીકૂ શારદાએ કહ્યું હતુ કે ભારતી ફક્ત એક એપિસૉડનુ શૂટિંગ કરવા ન હતી આવી. પરંતુ હવે નોર્મલ છે. દરેક એપિસૉડમાં ભારતીનો રૉલ નથી હોતો. કોઇ કારણ હશે જેના કારણે તે શૂટ કરવા ના આવી. અમારી પાસે ભારતી સિંહના શૉને છોડવાની કોઇ ખબર હજુ સુધી આવી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
Advertisement