શોધખોળ કરો
Advertisement
જાણીતી ટીવી એક્ટ્રેસના પાડોશમાં આવ્યો કોરોના પૉઝિટીવ કેસ, સોસાયટી સીલ, એક્ટ્રેસને પણ કરાઇ ક્વૉરન્ટાઇન
રિપોર્ટ છે કે એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીની સોસાયટીમાં એક કોરોના પૉઝિટીવ કેસ મળ્યો છે, આ પછી આખી સોસાયટીને સીલ કરી દેવામાં આવી છે. હાલ એક્ટ્રેસ મુંબઇમાં છે
મુંબઇઃ દેશભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સૌથી વધુ કેસો મહારાષ્ટ્રના મુંબઇમાંથી મળી રહ્યાં છે. હવે અહીં વધુ એક કેસ સામે આવ્યો છે, જેની સાથે ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી જોડાઇ ગયુ છે.
રિપોર્ટ છે કે એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીની સોસાયટીમાં એક કોરોના પૉઝિટીવ કેસ મળ્યો છે, આ પછી આખી સોસાયટીને સીલ કરી દેવામાં આવી છે. હાલ એક્ટ્રેસ મુંબઇમાં છે.
એટલું જ નહીં જે ઘરમાં કોરોના પૉઝિટીવ કેસ મળ્યો છે, તે જ ઘરમાં દેવોલીના ભટ્ટાચાર્જીના ડૉમેસ્ટિક હેલ્પ પણ કામ કરતા હતા. આ જ કરાણે દેવોલીના અને તેના હાઉસહેલ્પ બન્નેને અલગ અલગ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ આખી ઘટના પર હવે એક્ટ્રેસનુ નિવેદન સામે આવ્યુ છે. તેને જણાવ્યુ કે હાલ તે ઘરમાં એકલી છે, અને તેને બહાર જવાની અનુમતી નથી. તેને કહ્યું મારો હાઉસહેલ્પ મારી સાથે હતો, પણ તે તે ઘરમાં પણ ખાવાનુ બનાવવા જતો હતો, જે ઘરમાં કોરોના પૉઝિટીવ કેસ આવ્યો છે. હાલમાં હુ એકલી જ છુ અને બધી વસ્તુને જાતે જ મેનેજ કરી રહી છું.
એક્ટ્રેસે કહ્યું મારી માતા આસામમાં હતી તે પણ પરેશાન થઇ ગઇ છે, બધુ ઠીક થઇ જશે, અમને હાલ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. મને આશા છે કે બધુ બરાબર થઇ જશે અને રિપોર્ટ પણ નેગેટિવ આવશે. હાલ તો કોઇ લક્ષણ નથી દેખાતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement