શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
KBC 12ની ત્રીજી કરોડપતિ બની આ મહિલા, 7 કરોડ માટે ક્રિકેટને લગતો પુછાયો હતો પ્રશ્ન, શું તમે જાણો છે જવાબ
સોની ટીવીના આ પૉપ્યૂલર શૉમાં આ સિઝન અનુપા ત્રીજી કરોડપતિ બની છે. અનુપાએ કરોડપતિ બન્યા બાદ કહ્યું કે તે આ જીતેલી રકમનો ઉપયોગ તેની માના કેન્સરના ઇલાજ માટે વાપરશે
નવી દિલ્હીઃ કોન બનેગા કરોડપતિ સિઝન 12માં છત્તીસગઢની અનુપા દાસ ત્રીજી કરોડપતિ બની ગઇ છે. જોકે તે સાત કરોડના જેકપૉટ પ્રશ્નનો જવાબ નથી આપી શકી. સોની ટીવીના આ પૉપ્યૂલર શૉમાં આ સિઝન અનુપા ત્રીજી કરોડપતિ બની છે. અનુપાએ કરોડપતિ બન્યા બાદ કહ્યું કે તે આ જીતેલી રકમનો ઉપયોગ તેની માના કેન્સરના ઇલાજ માટે વાપરશે.
શું હતો એક કરોડનો સવાલ?
18 નવેમ્બર, 1962એ લદ્દાખના રેજાંગ લામાં બહાદુરી માટે કોણે પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
A- મેજર ધન સિંહ થાપા, B- લેફ્ટનન્ટ કર્નલ અર્દેશિર તારાપોર, C- સુબેદાર જોગિન્દર સિંહ, D- મેજર શૈતાન સિંહ
જવાબ- મેજર શૈતાન સિંહ
શું હતો 7 કરોડનો સવાલ?
રિયાઝ પૂનાવાલ અને શૌકત દુકાનવાલાએ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કઇ ટીમનુ પ્રતિનિધિત્વ કર્યુ છે?
A- કેન્યા, B- સંયુક્ત આરબ અમિરાત, C- કેનેડા, D- ઇરાન
જવાબ- સંયુક્ત આરાબ અમિરાત
ખાસ વાત છે કે આ સવાલનો જવાબ અનુપમાને ખબર હતો, તેને જે અંદાજો લગાવ્યો હતો તે સાચો હતો, પરંતુ લાઇફ લાઇન ન હતી અને રિસ્ક મોટુ હતુ, એટલા માટે તેને શંકાના કારણે શૉ છોડવાનો ફેંસલો કર્યો. જ્યારે તેને સાચો જવાબ પસંદ કરવાનુ કહ્યું તો તેને સંયુક્ત આરબ અમિરાતને જ પસંદ કર્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion