શોધખોળ કરો
Advertisement
આ એક્ટરને 50 જેટલા ગુંડાઓએ જાહેરમાં ફટકાર્યો, જીવ બચાવવા એક્ટર ખુલ્લા પગે પોલીસ સ્ટેશન દોડ્યો
પાર્થ તિવારીએ ગુંડાગીરી મામલે ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. એટલુ જ નહીં આ દૂર્ઘટનાનો ઉલ્લેખ તેને પોતાના ફેસબુક પૉસ્ટ પર કર્યો છે
મુંબઇઃ ટીવી સીરિયલના એક્ટર પાર્થ તિવારી હાલ સોશ્યલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. પાર્થ તિવારી પોતાના વીડિયોના કારણે લોકો તરફથી સહાનુભૂતિ મેળવી રહ્યો છે. બન્યુ એમ કે પાર્થ તિવારીને 50થી વધુ ગુંડાઓએ માર માર્યો હતો, જેનો એક વીડિયો તેને પોતાના ફેસબુક પૉસ્ટ પર શેર કર્યો છે.
ટીવી શૉ ચંદ્રગુપ્ત મોર્યા ફેમ એક્ટર પાર્થ તિવારી પર મોડી રાત્રે હુમલો થયાની ઘટના ઘટી છે. પાર્થ તિવારીએ ઘટનાની આપવીતી જણાવતા કહ્યું કે, હું મારા ફ્લેટમાંથી રાત્રે જઇ રહ્યો હતો, ત્યારે એક શખ્સ દારુ પીને લિફ્ટમાં મારી સાથે આવ્યો, અમારી વચ્ચે બોલાચાલી થઇ, મે તેને સોરી કહ્યું પણ તે બાદમાં મારી સાથે કાર સુધી આવ્યો ને ગાળો અને બુમો પાડવા લાગ્યો હતો. બાદમાં તેને મારા પર હાથ ઉઠાવ્યો હતો.
જોકે, થોડાક સમય બાદ 50થી વધુ ગુંડાઓ તેના સપોર્ટમાં આવ્યા અને મને માર માર્યો હતો, હાથ-પગ અને મોઢા પર મને ઇજા પહોંચી હતી. હું માંડ માંડ ગુંડાઓથી જીવ બચાવીને ભાગ્યો, મેં 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવવાનો પ્રયાસ કર્યો પણ લાગ્યો નહીં. હું માર ખાધા બાદ 50 જેટલા ગુંડાઓથી જીવ બચાવીને ખુલ્લા પગે પોલીસ સ્ટેશન દોડ્યો હતો.
પાર્થ તિવારીએ ગુંડાગીરી મામલે ચારકોપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. એટલુ જ નહીં આ દૂર્ઘટનાનો ઉલ્લેખ તેને પોતાના ફેસબુક પૉસ્ટ પર કર્યો છે, તેને તેની સાથે થયેલી મારામારીનો વીડિયો પણ શેર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement