તારક મહેતાના મેકર્સ પર ફરી એકવાર ભડકી જેનિફર મિસ્ત્રી, લગાવ્યો પેમેન્ટ ન આપવાનો આરોપ
પિંકવિલા સાથેની એક ખાસ વાતચીતમાં જેનિફરે શો છોડી દેનારા કલાકારો વિશે વાત કરી હતી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલે દરેક અભિનેતાને સ્ટાર બનાવ્યા છે. શોના દરેક પાત્રે લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેઓ શો છોડીને ગયા પણ લોકો હજુ પણ તેમને પાત્રના નામથી યાદ કરે છે. જેનિફર મિસ્ત્રીએ ઘણા વર્ષોથી શોમાં શ્રીમતી સોઢીનું પાત્ર ભજવ્યું છે. જેનિફર શ્રીમતી સોઢી તરીકે દરેક ઘરમાં જાણીતી છે. જેનિફરે ઘણા સમય પહેલા આ શો છોડી દીધો હતો. હવે તેણીએ ખુલાસો કર્યો છે કે પૈસા ન મળવાને કારણે ઘણા લોકોએ શો અધવચ્ચે છોડી દીધો હતો.
પિંકવિલા સાથેની એક ખાસ વાતચીતમાં જેનિફરે શો છોડી દેનારા કલાકારો વિશે વાત કરી હતી. ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીને યાદ કરતાં તેણીએ કહ્યું હતું કે ભવ્ય સિવાય બધાએ મારી સાથે આ વાત શેર કરી છે. પરંતુ અમે ભવ્ય વિશે જાણીએ છીએ. કારણ કે અમે ત્યાં હતા અને મને લાગે છે કે આ પહેલી ઘટના હતી. કારણ કે ભવ્ય કદાચ 2017 કે 2018માં ચાલ્યો ગયો હતો.
કલાકારોના રૂપિયા અટકાવ્યા
જેનિફરે આગળ કહ્યું હતું કે- 'તેને કદાચ કોઈ ફિલ્મ કરવી હતી અને તેને જે પણ સમસ્યા હતી આ લોકોએ પૈસા રોકી દીધા.' પૈસા રોકવાની આ વાત બધા સાથે સામાન્ય છે. નેહાના પૈસા પણ રોકવામાં આવ્યા હતા. જ્યાં સુધી મને ખબર છે, તેમણે હજુ સુધી તેને પૈસા ચૂકવ્યા નથી. જો તેમણે હજુ સુધી કંઈ ચૂકવ્યું છે, તો મને ખબર નથી. મેં તેની સાથે વાત કરી નથી.'
જેનિફર ચૂપ થઈ ગઈ
જેનિફરે આગળ કહ્યું હતું કે જ્યારે તેણીએ પૈસા ચૂકવવા અંગે અવાજ ઉઠાવ્યો ત્યારે એક અભિનેત્રીએ મને કહ્યું- 'જીના, ચૂપ રહે, આ બધું ના કર. તેના બદલે જઈને અસિતના પગે પડી જા. તેમને કહો કે મારી દીકરી માટે મને માફ કરી દો.
પૈસા માટે કામ કરવું
જેનિફર મિસ્ત્રીએ હાલમાં શોમાં કામ કરતા કલાકારો વિશે પણ વાત કરી હતી. તેણીએ કહ્યું હતું કે- 'જે લોકો હાલમાં ત્યાં કામ કરી રહ્યા છે, તેઓ ફક્ત પૈસા માટે જ કરી રહ્યા છે. જેઓ ફક્ત પૈસા માટે કામ કરવા માંગે છે, અથવા કામ માટે કામ કરવા માંગે છે. તેઓ હજી પણ ત્યાં કામ કરી રહ્યા છે. જેઓ રેકોર્ડ બનાવવા માંગે છે. શરૂઆતથી હું રોશન હતી અને છેલ્લે સુધી રોશન જ છું. મારા સિવાય બીજું કોઈ રોશનનું પાત્ર ભજવશે નહીં. જેનું પાત્ર તેમણે ભજવવાનું છે, તેઓ તેને છોડશે નહીં.'





















