Shanelle Irani Wedding: સ્મૃતિ ઈરાનીની દીકરી શેનેલ ઈરાનીના આજે લગ્ન, ચૂડા સેરેમનીથી લઈને વરમાળા સુધી, આ છે સંપૂર્ણ શેડ્યૂલ
Smriti Irani: કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલ ઈરાની આજે તેના મંગેતર અર્જુન ભલ્લા સાથે લગ્ન કરશે. આ લગ્ન રાજસ્થાનના 500 વર્ષ જૂના કિલ્લામાં થઈ રહ્યા છે.
![Shanelle Irani Wedding: સ્મૃતિ ઈરાનીની દીકરી શેનેલ ઈરાનીના આજે લગ્ન, ચૂડા સેરેમનીથી લઈને વરમાળા સુધી, આ છે સંપૂર્ણ શેડ્યૂલ Smriti Irani’s daughter Shanelle Irani to marry Arjun Bhalla Shanelle Irani Wedding: સ્મૃતિ ઈરાનીની દીકરી શેનેલ ઈરાનીના આજે લગ્ન, ચૂડા સેરેમનીથી લઈને વરમાળા સુધી, આ છે સંપૂર્ણ શેડ્યૂલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/09/8a3daf21c97241ecfc760383eedd4b34167593316934581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Smriti Irani Daughter Shanelle Irani Wedding: સિડ-કિયારા બાદ રાજસ્થાનમાં વધુ એક મોટા લગ્ન થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલ ઈરાની આજે તેના મંગેતર અર્જુન ભલ્લા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. લગ્ન પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં શાહી કિલ્લામાં થશે. સ્મૃતિ ઈરાની બુધવારે જોધપુર પહોંચી હતી. જ્યારે ઝુબિન ઈરાની અને વર-કન્યા મંગળવારે જ સ્થળ પર પહોંચી ગયા હતા. ચાલો જાણીએ કે આજે સ્મૃતિ ઈરાનીની દીકરી શેનેલ ઈરાનીના લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ શું છે.
સ્મૃતિ ઈરાનીની દીકરી શેણેલના લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ
સ્મૃતિ ઈરાનીની દીકરી શેનેલ 9 ફેબ્રુઆરીએ રાજસ્થાનના નાગૌર જિલ્લાના 500 વર્ષ જૂના ખીમસર કિલ્લામાં લગ્ન કરી રહી છે. કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીના લગ્નમાં મોટી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે. લગ્નના કાર્યક્રમની વાત કરીએ તો આજ સવારથી જ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.
સવારે 7.30થી 9.30 સુધી મહેમાનોને નાસ્તો આપવામાં આવ્યો હતો
11 વાગ્યે સ્મૃતિ ઈરાનીની પુત્રી શેનેલની ચૂડા વિધિ કરવામાં આવી હતી.
12.30 વાગ્યે લગ્નમાં આવેલા મહેમાનો માટે લંચનું આયોજન.
બપોરે 2.45 કલાકે જાનનું વિંટેજ કારમાં સ્વાગત કરવામાં આવ્યું
સાફા પહેરાવવાની વિધિ બપોરે 3.45 કલાકે થશે.
4.45 વાગ્યે વર-કન્યા વરમાળાની વિધિ પૂર્ણ કરશે
સાંજે 6 વાગ્યે વર-કન્યાની એન્ટ્રી થશે.
રાત્રે 8 કલાકે રિસેપ્શન અને પૂલ સાઇડ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.
શેનેલ સ્મૃતિ ઈરાનીની સાવકી દીકરી છે.
જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીના ત્રણ બાળકો શેનેલ, જોહર અને ઝોઈશ છે. શેનેલ કેબિનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીની સાવકી દીકરી છે. શેનેલ સ્મૃતિના પતિ ઝુબિન ઈરાની અને તેની પહેલી પત્ની મોનાની પુત્રી છે. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં શેનેલે અર્જુન સાથે સગાઈ કરી હતી. સગાઈના એક વર્ષ બાદ હવે શેનેલ અને અર્જુન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)