Nia Sharma Dance Video: 'ચોલી કે પીછે ક્યાં હૈ' ગીત પર નિયા શર્માએ લગાવ્યા જબરદસ્ત ઠૂમકા, અદાઓ પર ફેન્સ પણ ફિદા
નિયા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે માધુરી દિક્ષિત (Madhuri Dixit)ના ફેમસ ગીત 'ચોલી કે પીછે ક્યાં હૈ' પર ડાન્સ કરતી દેખાઇ રહી છે.
Nia Sharma Video: ટીવી એક્ટ્રેસ નિયા શર્મા (Nia Sharma) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની વીડિયો અને તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. જેના કારણે તે ચર્ચામાં પણ રહે છે.
પોતાના બૉલ્ડ અંદાજ માટે નિયા જાણીતી છે. હાલમાં તે પોતાના ડાન્સ વીડિયોને લઇને ચર્ચામાં આવી ગઇ છે.
નિયા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે માધુરી દિક્ષિત (Madhuri Dixit)ના ફેમસ ગીત 'ચોલી કે પીછે ક્યાં હૈ' પર ડાન્સ કરતી દેખાઇ રહી છે. આ ગીતનુ રિમિક્સ વર્ઝન છે. નિયાની ડાન્સિંગ સ્કિલ અને સ્ટેપ જોઇને ફેન્સ પણ તેના પર ફિદા થઇ ગયા છે. ફેન્સ તરફથી આ વીડિયો પર ઘણીબધી કૉમેન્ટ આવી રહી છે, અને ખુબ શેર પણ થઇ રહ્યો છે.
નિયા શર્માના પૉસ્ટ પર આવી ઢગલાબંધ કૉમેન્ટ્સ
નિયા શર્મા વીડિયોમાં બ્લેક પેન્ટની સાથે યલ્લો ટૉપ પહેરીને દેખાઇ રહી છે. વીડિયો કોઇ સ્ટૂડિયોનો લાગી રહ્યો છે. નિયાની સાથે બીજી બે છોકરીઓ પણ ડાન્સ કરતી દેખાઇ રહી છે. ફેન્સે નિયાની પૉસ્ટ પર ઢગલાબંધ કૉમેન્ટ કરવાનુ શરૂ કરી દીધુ છે. એક ફેને લખ્યું- ઓઇ હોય. સાથે જ ફાયર ઇમૉજી પૉસ્ટ કરી છે. વળી બીજા એક ફેને હાર્ટ ઇમૉજી પૉસ્ટ કરી છે.
નિયા શર્માને ડાન્સ ખુબ શોખ છે, થોડાક દિવસો પહેલા જ તે પૉલ ડાન્સ શીખી રહી હતી. તેને પૉલ ડાન્સનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જેના પર પણ ફેન્સની ઘણીબધી કૉમેન્ટો આવી હતી.
View this post on Instagram
આ પણ વાંચો.........
શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી
ADR: BJP દેશની સૌથી અમીર રાજકીય પાર્ટી, 2019-20માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી
JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........
WhatsApp Web પર આવ્યુ નવુ ફિચર, હવે વધારે સિક્યૉર થઇ જશે તમારુ એકાઉન્ટ, જાણો કઇ રીતે...........