(Source: ECI/ABP News/ABP Majha)
JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........
આ પાર્ટનરશીપ અંતર્ગત કંપની જિઓના અફોર્ડેબલ સ્માર્ટફોન Jio Phone Nextને ટક્કર આપવા માટે પોતાનો ફોન તૈયાર કરી શકે છે.
નવી દિલ્હીઃ અત્યારે માર્કેટમાં રિલાયન્સ જિઓ ગ્રાહકોને આકર્ષવામાં સફળ રહી છે. કેમ કે જિઓએ માર્કેટમાં અત્યારે સસ્તાં ફોન લૉન્ચ કર્યા છે, અને હજુ પણ નવા સસ્તા ફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. ત્યારે જિઓને ટક્કર આપવા માટે ભારતીય કંપની એરટેલ મેદાનમાં આવી છે.
Bharti Airtelએ જાણકારી આપી છે કે Google તેની કંપનીમાં એક અબજ ડૉલરનુ રોકાણ કરશે. આ રોકાણ મલ્ટી ઇયર એગ્રીમેન્ટ અંતર્ગત થશે. જેનાથી ભારતની ડિજિટલ ઇકોસિસ્ટમને આગળ વધારવામાં આવશે. એરટેલ રેગ્યૂલેટરી ફાઇલિંગે બતાવ્યુ કે, પાર્ટનરશીપ અંતર્ગત ગૂગલ તેમની કંપનીમાં એક અબજ ડૉલર (લગભગ 7400 કરોડ રૂપિયા)નુ રોકાણ આગામી 5 વર્ષમાં કરશે.
આ પાર્ટનરશીપ અંતર્ગત કંપની જિઓના અફોર્ડેબલ સ્માર્ટફોન Jio Phone Nextને ટક્કર આપવા માટે પોતાનો ફોન તૈયાર કરી શકે છે. એરટેલે બતાવ્યુ- પાર્ટનરશીપનુ ફોકસ જુદીજુદી પ્રાઇસ રેન્જમાં અફોર્ડેબલ સ્માર્ટફોન પ્રૉવાઇડ કરવા પર રહેશે. આની સાથે જ કંપની આ પાર્ટનરશીપ અંતર્ગત 5G, ક્લાઉડ ઇકોસિસ્ટમ પર પણ કામ કરશે.
કંપનીએ બતાવ્યુ કે આ પાર્ટનરશીપ અંતર્ગત Airtel અને Google અફોર્ડેબલ Android સ્માર્ટફોન તૈયાર કરશે. બન્ને કંપનીઓ બીજા ડિવાઇસીસ મેન્યૂફેક્ચર્સ સાથે મળીને કામ કરવાના અવસર જોશે. જેનાથી એક પ્રાઇસ રેન્જમાં સ્માર્ટફોન ખરીદવો આસાન થશે.
આ ડીલ અંતર્ગત કંપની એરટેલમાં 1.28 ટકાની ભાગીદારી 734 રૂપિયાના ભાવ પર ખરીદશે. ઉલ્લેખનીય છે કે, એરટેલ આરીતે Jio ને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે. જિઓએ પહેલા જ Google અને Qualcomm ની સાથે પાર્ટનરશીપ કરી રાખી છે.
કંપનીએ આ બન્ને બ્રાન્ડ્સની સાથે મળીને JIo Phone Next ગયા વર્ષે લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનનુ ફોકસ ઓછા બજેટવાળા યૂઝર્સ છે. Airtel જિઓને ટક્કર આપવા માટે પોતાનો અફોર્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે.
આ પણ વાંચો...........
WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર
રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?
LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન