શોધખોળ કરો
'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર'ના ડાયરેક્ટર વિજય ગુટ્ટેની ધરપકડ, 34 કરોડની છેતપિંડી કરવાનો આરોપ
1/3

નવી દિલ્હી: ફિલ્મ 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર'ના ડાયરેક્ટર વિજય ગુટ્ટેની જીએસટી ઈન્ટેલિજેંસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિજય પર 34 કરોડની છેતપિંડી કરવાનો આરોપ છે. નિર્દેશક પર આરોપ છે કે તેની કંપની વીઆરજી ડિજિટલે હોરાયજન નામની એક કંપની પાસેથી એનીમેશન અને કર્મચારીઓની સર્વિસ લેવાના નામે 266 કરોડ રૂપિયા લીધા છે. જેના પર 34 કરોડ જીએસટી ક્રેડિટ ખોટા દસ્તાવેજ મેળવવાની કોશિશ કરી છે.
2/3

ફિલ્મ 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' આ વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ રિલીજ થવાની છે. ફિલ્મ મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્તક પર આધારિત છે.
Published at : 03 Aug 2018 04:39 PM (IST)
View More





















