Video: રસ્તો ક્રોસ કરતી વખતે ગાડી નીચે આવી ગયું બાળક, જે રીતે બચ્યો તે આશ્ચર્યજનક!
Viral Video: હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ખતરનાક અકસ્માતનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક નાનું બાળક ભારે વાહન નીચે આવીને પણ બચી જાય છે.
Viral Video: રસ્તા પર ચાલતી વખતે આપણે હંમેશા સજાગ રહેવું જોઈએ કેમ કે જો નજર હટી, તો દુર્ઘટના ઘટી જેવો ઘાટ ગમે ત્યારે ઘટી શકે છે. ઘણી વખત આપણને સોશિયલ મીડિયા પર અકસ્માતોના વીડિયો જોવા મળતા રહે છે. જેઓ ભવિષ્યમાં અકસ્માતો ટાળવા માટે આપણે ચેતવણી આપતા જોવા મળે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને બધા ચોંકી જાય છે.
A very lucky kid from China pic.twitter.com/Smx6XNkUfG
— CCTV IDIOTS (@cctvidiots) April 19, 2023
અકસ્માતોમાં ઘણી વખત કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. જ્યારે આના જેવા કેટલાક દુર્લભ પણ છે. જેનો વાળ પણ વાંકો થયો નથી. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક નાનું બાળક ગમખ્વાર અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયેલું જોવા મળે છે. જેને જોયા બાદ યુઝર્સની આંખો ફાટી ગઈ છે.
વાહન બાળક પરથી પસાર થઈ જાય છે
યૂઝર્સ સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા વીડિયોને સતત શેર કરી રહ્યા છે. આ વીડિયો ટ્વિટર પર @cctvidiots નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક નાનું બાળક રમતા રમતા અચાનક રોડ ક્રોસ કરવા માટે આગળ વધે છે. તે જ સમયે સામેથી એક ભારે વાહન તેની ઉપરથી પસાર થઇ જાય છે. વીડિયો જોયા બાદ યુઝર્સના રૂવાટા ઊભા થઈ જાય છે.
વીડિયોને 5 મિલિયન વ્યૂઝ મળ્યા છે
બાળક પરથી વાહન પસાર થઈ જાય છે તેમ છતાં તેને લઈ જ થતું નથી કે ના કોઈ ઇજા પહોંચે છે. વાહન તેના પરથી જતું રહે છે ત્યારબાદ બાળક ઊભું થઈ જાય છે અને તે સંપૂર્ણ રીતે સ્વસ્થ દેખાઈ રહ્યું છે. અકસ્માત બાદ તરત જ બાળકની આસપાસ ઉભેલા લોકો તેને જોવા માટે દોડે છે. હાલમાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ યુઝર્સ કહી રહ્યા છે કે આ રીતે રોડ ક્રોસ કરવો ખોટું છે.