શું ફરી શરૂ થશે ‘ધ કપિલ શર્મા શો’ કૃષ્ણા અભિષેકે શું કર્યો ખુલાસો, કપિલના સ્વભાવ વિશે શું કરી વાત ?
ધ કપિલ શર્મા શોમાં સપના અને અન્ય ભૂમિકા અદા કરનાર કૃષ્ણા અભિષેકે ખુલાસો કર્યો છે કે, શો મે મહિનામાં ઓનએર થશે. જો કે ઓન થવાની ચોક્કસ તારીખ નક્કી નથી કરવામાં આવી. તેમણે કહ્યું કે, શોમાં થોડા ફેરફાર જોવા મળશે.સેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, કેટલાક નવા લોકો શો સાથે જોડાશે.
ટીવીનો સૌથી પોપ્યુલર કોમેડી શો ધ કપિલ શર્મા શો મે મહિનામાં વાપસી કરનાર છે.શોની ન્યુ સિઝનમાં કેટલાક નવા ચહેરા પર જોડાશે. શોમાં સપનાનો કિરદાર નિભાવનાર કૃષ્ણાએ આ વાતની જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી તારીખ જાહેર નથી કરવામાં આવી.
કૃષ્ણા અભિષેકે આ શોની નવી સિઝન વિષે ઇ ટાઇમ્સમા આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, “શો ફરી મે માસમાં શરૂ થશે. જો કે હજું સુધી તેની તારીખ નિશ્ચિત નથી કરવામાં આવી.શોની આ ન્યુ સિઝનનમાં સેટ સહિતની કેટલીક વસ્તુમાં ચેન્જીસ જોવા મળશે. અમારી સાથે અન્ય નવા ચહેરા પણ જોડાશે. જેની જાહેરાત સમય આવ્યે કરીશું”
પેટરનિટી લિવ પર કપિલ
શોના હોસ્ટ કપિલ શર્મા પેટરનિટી લિવ પર છે. આ વર્ષની શરૂઆતમાં જ કોમેડિયન એક્ટર કપિલ શર્મા અને તેમની પત્ની ગિન્ની ચતરથે સેકન્ડ બાળકને વેલકમ કર્યું. ઇન્ટરવ્યુમાં કૃષ્ણાએ કપિલના પ્રેમ અને નફરતભર્યાં સંબંધો વિશે પણ વાત કરી હતી.
View this post on Instagram
કોમેડીના મામલે કપિલનું તેજ દિમાગ
કૃષ્ણાએ કહ્યું કે, “કપિલ શર્મા રચનાત્મક વ્યક્તિ છે. કોમેડીના મામલે તેમની પાસે જોરદાર આઇડિયાઝ હોય છે. ન્યુ સિઝન માટે ટીમ બેસીને નક્કી કરશે કે આગળ શું કરવાનું છે. જો કે શોની ન્યુ સિઝનને લઇને અમે બધા જ ખૂબ જ એકસાઇટેડ છીએ”
View this post on Instagram
કપિલ શર્માનું ડિજિટલ ડેબ્યૂ
કોમેડિયન કપિલ શર્મા નેટફિલક્સ પર તેમના ડિજિટલ ડેબ્યૂ માટે પૂરી રીતે તૈયાર છે. કપિલના ફેન્સ પણ તે જોવા ઉત્સુક છે કે, આ વખતે ઓટીટી પ્લેટફોર્મ પર કપિલ શું ખાસ લઇને આવે છે?