શોધખોળ કરો
પ્રેમે કહ્યું, જેની સાથે સૂતો હોઉં એ બધી સ્ત્રીઓને હું પરણું ? ને ગુસ્સે ભરાયેલા ‘રૂસ્તમ’એ પિસ્તોલ કાઢી....
1/4

બ્રિટનની રોયલ નેવી કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા કાવસ માણેકશૉ નાણાવટી એક નેવી અધિકારી હતી. નાણાવટી INS મૈસૂરના સેકન્ડ ઈન કમાન્ડ હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેઓ અનેક મોરચે લડી ચૂક્યા હતા. આ સેવા બદલ બ્રિટને તેમને અનેક વીરતા પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. વર્ષ 1949માં ઈંગ્લેન્ડમાં 24 વર્ષીય નાણાવટીની મુલાકાત 18 વર્ષીય સિલ્વિયા સાથે થઈ અને બાદમાં બંન્નેએ લગ્ન કરી લીધા હતા. તેમને બે દીકરા અને એક દિકરી હતા.
2/4

1959માં નાણાવટી પોતાની કારને લઇને આહુજાના ઘર મલબાર હિલ ગયા હતા. દરમિયાન આહુજાના ઘરે નોકરાણી અંજની રાપાએ દરવાજો ખોલ્યો હતો. નાણાવટી સીધો બેડરૂનમાં ઘૂસી ગયો હતો નાણાવટીએ તેને પૂછ્યું શું તું સિલ્વિયા સાથે લગ્ન કરીને મારા બાળકોની સંભાળ રાખીશ? જેના જવાબમાં પ્રેમે કહ્યું ''શું હું જેની સાથે સૂવું તે તમામ સાથે મારે લગ્ન કરવાના?''. ત્યારબાદ નાણાવટીએ ત્રણ ગોળી ચલાવી અને પ્રેમ નિશ્ચેત થઈને ઢળી પડ્યો. ત્યાર બાદ નાણાવટીએ ગામદેવી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ રૂસ્તમ નાણાવટી કેનેડા શિફ્ટ થઇ ગયા હતા. વર્ષ 2003માં તેમનું નિધન થઇ ગયુ હતું.
Published at : 12 Aug 2016 03:42 PM (IST)
Tags :
Akshay KumarView More





















