શોધખોળ કરો
વ્હીલચેર પર જોવા મળ્યો બોલિવૂડનો આ સ્ટાર એક્ટર, જાણો શું છે કારણ
દિલ્હીમાં એક ઈવેન્ટમાં ટાઈગર શ્રોફ તેની કારમાં આવ્યો અને જ્યારે કારમાંથી ઉતર્યો તો સીધો વ્હીલચેર પર બેસી ગયો અને તેની મદદથી જ સ્ટેજ પર પહોંચ્યો.

મુંબઈઃ ટાઈગર શ્રોફ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર2ના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે વ્હીલચેરમાં ગાડી સુધી જઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં કહેવામાં આવ્યું છે કે, ટાઈગરના પગમાં દુઃખાવો છે જેના કારણે તે વ્હીલચેરમાં આવી રહ્યા છે.
જોકે સ્ટેજ પર પહોંચ્યા બાદ ટાઈગર શ્રોફ તેની ઇજાને ભૂલી ગયો અને ફેન્સનું મનોરંજન કરવા માટે ફિલ્મની અન્ય કાસ્ટ અનન્યા પાંડે અને તારા સુતારિયા સાથે ડાન્સ કરવા લાગ્યો. તમને જણાવી દઈએ કે ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2’ 10મી મેના રોજ દેશભરમાં રિલીઝ થવાની છે.
દિલ્હીમાં એક ઈવેન્ટમાં ટાઈગર શ્રોફ તેની કારમાં આવ્યો અને જ્યારે કારમાંથી ઉતર્યો તો સીધો વ્હીલચેર પર બેસી ગયો અને તેની મદદથી જ સ્ટેજ પર પહોંચ્યો. હમેશા ફિટ રહેતા ટાઈગર શ્રોફને વ્હીલચેર પર જોઈ તેના ફેન્સ હેરાન થઈ ગયા. પછી ખબર પડી કે આ પાછળનું કારણ ટાઈગરના પગમાં થયેલ ઇજા છે. આ ઇજાના કારણ ટાઈગરને પગમાં ખૂબ જ પીડા થઈ હતી. જેના કારણે તેના માટે ચાલવું મુશ્કેલ થયું હતું.View this post on Instagram
જોકે સ્ટેજ પર પહોંચ્યા બાદ ટાઈગર શ્રોફ તેની ઇજાને ભૂલી ગયો અને ફેન્સનું મનોરંજન કરવા માટે ફિલ્મની અન્ય કાસ્ટ અનન્યા પાંડે અને તારા સુતારિયા સાથે ડાન્સ કરવા લાગ્યો. તમને જણાવી દઈએ કે ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર 2’ 10મી મેના રોજ દેશભરમાં રિલીઝ થવાની છે. વધુ વાંચો





















