મુંબઈઃ જાણીતી ટીવી એક્ટ્રેસ અને બિગ બોસની પૂર્વ સ્પર્ધક હિના ખાન ટૂંક સમયમાં જ બોલીવુડ ફિલ્મોમાં નજરે પડશે. હિના છેલ્લા થોડા દિવસોથી કસોટી જિંદગી 2માંથી ગાયબ છે. જેનાથી તે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
2/5
કસોટી જિંદગી કી..માં કોમોલિકા તરીકે કસોટીમાં આવેલી હિના ખાનના ડાયલોગ પણ સોશિયલ મીડિયા પર ઘણા હીટ થયા હતા. યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાના રોલથી હિના ખાનને ખૂબ લોકપ્રિયતા મળી હતી.
3/5
હિના ખાને કસોટી.... નો હિસ્સો બનતાં પહેલા અન્ય પ્રોજેક્ટ્સ સાઇન કર્યા હતા. હાલ તે સમય નીકાળીને તેને પૂરા કરી રહી છે. ઉપરાંત તેના આગામી શો માટે બાઇક રાઇડિંગ પણ શીખી રહી છે.
4/5
હિનાએ એક ન્યૂઝ પેપરને જણાવ્યું કે, આ મહિલા કેન્દ્રીત ફિલ્મ છે. જેને એક ખાસ સમય અને જગ્યાના બેક ડ્રોપ પર બનાવવામાં આવી છે. જે શહેરની ચહેલપહેલ, ટેક્નોલોજી અને સ્પર્ધાથી દૂર હશે. હું નવા મીડિયમમાં જવાને એક ચેલેન્જ તરીકે જોઈ રહી છું.