શોધખોળ કરો
કામ્યા પંજાબીએ મુંબઈમાં આપ્યું ગ્રાન્ડ રિસેપ્શન, પતિ અને પુત્ર સાથે લગાવ્યા ઠુમકા
રિસેપ્શનમાં કામ્યાએ મહેમાનો તથા પતિ શલભ સાથે મનમૂકીને ડાન્સ કર્યો હતો. કામ્યાએ દીકરી આરા સાથે તથા સાવકા દીકરા ઈશાન સાથે પણ ડાન્સ કર્યો હતો.

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ સોમવાર (10 ફેબ્રુઆરી)એ શલભ ડાંગ સાથે લગ્ન કર્યાં હતાં. બીજા દિવસે વેડિંગ રિસેપ્શન આપવામાં આવ્યું હતું. આ રિસેપ્શનની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. કામ્યા ગ્રીન લહેંગા ચોલીમાં ઘણી જ સુંદર લાગતી હતી. શેથામાં સિંદૂર લગાવીને નવીનવેલી દુલ્હન કામ્યા પંજાબી ખૂબસુરત લાગતી હતી.
રિસેપ્શનમાં કામ્યાએ મહેમાનો તથા પતિ શલભ સાથે મનમૂકીને ડાન્સ કર્યો હતો. કામ્યાએ દીકરી આરા સાથે તથા સાવકા દીકરા ઈશાન (શલભનો દીકરો) સાથે પણ ડાન્સ કર્યો હતો.
કામ્યા પંજાબીએ લગ્ન બાદ એક રિસેપ્શનનું આયોજન કર્યું હતું જેમાં તેણે ડાર્ક ગ્રીન રંગનો લહેગો પહેર્યો હતો. તેની સાથે તેના પતિ શલભે ડ્રેસનું મેચિંગ કરતાં કાળા રંગની શેરવાની પહેરી હતી. જેમાં બન્ને એકસાથે બહુ જ ખુશ જોવા મળ્યાં હતાં.
ગોલ્ડન વર્કવાળા ડ્રેસની સાથે કામ્યા પંજાબીએ લાલ રંગની બંગડી પહેરી રાખી હતી. ગળામાં સોનાનો નેકલેસ પહેરીને કામ્યાએ માથા લાલ સિંદૂર લગાવ્યું હતું. જેમાં તે બિલ્કુલ નવી દુલ્હન લાગતી હતી. કામ્યાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે પતિ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.
આ પહેલા કામ્યાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પસંદ આવી હતી જેમાં કામ્યાએ ગોલ્ડન અને રેડ લહેંગો પહેર્યો હતો. શલભે ગોલ્ડન રંગની શેરવાની પહેલી હતી.
લગ્નની વિધિમાં તૈયાર કામ્યાનો દરેદ લુક જોરદાર લાગતો હતો. મહેંદી સેરેમની માટે કામ્યાએ લીલા રંગનો લહેંગો પહેર્યો હતો. જેના પર વન શોલ્ડર ક્રોપ ટોપ મેચિંગ કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
