સારાનો બર્થ ડે 6 ઓગસ્ટના રોજ હતો અને આ ખાસ દિવસ સેલિબ્રેડ કરવા તે દુબઈ ગઈ હતી પરંતુ ત્યાં જતા જ તેની તબિયત લથડી ગઈ અને તેને હોસ્પિટલમાં જવું પડ્યું.
2/4
સારા ખાન લોકપ્રિય ટીવી સીરિયલ ‘બિદાઈ’ અને ટીવી શો ‘બિગ બોસ’માં દેખાઈ હતી. સારા ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે.
3/4
સારાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા કહ્યું, ‘જુઓ મેં આ રીતે મારો જન્મદિવસ પૂરો કર્યો. આ તસવીર ઈમરજન્સી એમ્બુલન્સની છે. દુબઈની. હું પહેલીવાર એમ્બુલન્સમાં પહોંચી અને તે પણ જન્મદિવસ પર.’
4/4
નવી દિલ્હીઃ ટીવી સિરિયલ ‘બિદાઈ’થી જાણીતી થયેલ એક્ટ્રેસ સારા ખાનનો થોડા દિવસ પહેલા બર્થડે હતો. તે પોતાનો બર્થડે સેલીબ્રેટ કરવા દુબઈ ગઈ હતી. ત્યાં તેને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું અને તેને હોસ્પિટલમાં ભરતી કરવી પડી હતી. સારાએ એક તસવીર શેર કરીને તેની જાણકારી આપી હતી.