શિલ્પાએ પોતાનું ટેલીવૂઝન ડેબ્યૂ 199માં કર્યું હતું. શિલ્પાએ 'ભાભી ઝી ઘર પર હૈ' માં અંગૂરી ભાભીની ભૂમિકા ભજવી હતી. તેણે 2016ની શરૂઆતમાં શો છોડ્યો હતો. ઓક્ટોબર 2017માં શિંદે રિયાલિટી ટીવી શો બિગ બોસ 11માં ભાગ લીધો અને અંતે 14 જાન્યુઆરી 2018ના રોજ જીત્યો હતો.
2/3
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે કૉંગ્રેસ અને ભાજપ બંને પક્ષો બોલીવૂડ સ્ટાર્સને પોતાના પક્ષમાં સામેલ કરી રહ્યા છે. ટીવી સીરિયલ ભાભી જી ઘર પર હૈ ફેમ શિલ્પા શિંદેએ રાજકારણમાં એન્ટ્રી કરી છે. બિગ બોસ 11ની વિજેતા શિલ્પા શિંદે મુંબઈ કૉંગ્રસ અધ્યક્ષ સંજય નિરૂપમની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થયા હતા. સંજય નિરૂપમે કૉંગ્રેસને ખેસ પહેરાવી શિલ્પા શિંદેનું સ્વાગત કર્યું હતું.
3/3
શિલ્પા શિંદેનો જન્મ 28 ઓગસ્ટ 1977ના રોજ મહારાષ્ટ્રના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેના પિતા ડો. સત્યદેવ શિંદે હાઈ કોર્ટમાં જજ હતા, જ્યારે તેની માતા ગીતા સત્યદેવ શિંગે એક ગૃહિણી હતી. શિલ્પાને બે મોટી બહેન અને એક નાનો ભાઈ છે. તે કેસી કોલેજ, મુંબઈની મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની હતી, પરંતુ સ્નાતકની ડિગ્રી મેળવી શકી ન હતી. તેના પિતા ઈચ્છતા હતા કે તે કાયદાનો અભ્યાસ કરે પરંતુ તેને તેમાં કોઈ રૂચી ન હતી.