આમ્રપાલીએ કહ્યું કે, મારી બાજુની સીટ પર બેઠેલા એક પેસેન્જરે ખોટા ઈરાદાથી મને સ્પર્શવા લાગ્યો. તે ફ્લાઇટમાં પ્રથમવાર ટ્રાવેલિંગ કરતો હોય તેવું મને લાગ્યું. જેવી ફ્લાઇટ ટેક ઓફ થઈ કે તે ફોટો અને વીડિયો શૂટ કરવા લાગ્યો. તે વારંવાર મારી તરફ નમી રહ્યો હતો. આ દરમિયાન મને ઝોકું આવી ગયું અને જ્યારે ઉંઘ ઉડી ત્યારે જોયું કે તે મારી તસવીર લેતો હતો. તેનો ચહેરો મારી એકદમ નજીક હતો. જે બાદ હું ચૂપ ન રહીં અને જોરશોરથી બોલવાનું શરૂ કરી દીધું.
2/4
મુંબઈઃ ઈશ્કબાજ ફેમ ટીવી એક્ટ્રેસ આમ્રપાલી ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે તે જ્યારે ફ્લાઇટમાં ટ્રાવેલિંગ કરી રહી હતી ત્યારે કો-પેસેન્જરે તેને અયોગ્ય રીતે સ્પર્શવાની કોશિશ કરી અને તેની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. મંગળવારે સવારે તે દિલ્હીની ફ્લાઇટમાં જતી હતી ત્યારે આ ઘટના બની હતી.
3/4
આમ્રપાલીએ બનું મેં તેરી દુલ્હન, દેવો કે દેવ મહાદેવ, કબૂલ હૈ, શાકા લાકા બૂમ બૂમ જેવી સીરિયલમાં નજરે પડી છે. તેણે 2012માં તીન બહુરાનિયાના કો-સ્ટાર યશ સિંહા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો પણ છે.
4/4
તેણે કહ્યું, મેં તે વ્યક્તિને કહ્યું તું આ શું કરી રહ્યો છે? જે બાદ મેં બુમ પાડીને એર હોસ્ટેસનું ધ્યાન દોર્યું. એક એર હોસ્ટેસ આવી અને મને બીજી સીટ ઓફર કરી. આ રીતે મેં તે વ્યક્તિથી છુટકારો મેળવ્યો. કથિત છેડછાડની આ ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદની વાત સામે આવી નથી.