જાણકારી મુજબ ડ્રાઇવર આશીષની હાલતને જોઈ તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો. ટીના ઘાઈ અને જયા ભટ્ટાચાર્ય આશીષની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ટીનાએ આ વાતની પુષ્ટિ પણ કરી છે. ટીનાના કહેવા મુજબ આશીષને વેન્ટિલેટર પર નથી રાખવામાં આવ્યો પરંતુ તેમનું જમણું અંગ પ્રભાવિત થયુ છે.
2/3
નંદાએ ફેસબુક પર લખ્યુ કે, પ્રમિતા મુખર્જીએ મને જણાવ્યું કે આશીષ રોય આઈસીયુમાં છે. કોઈએ તેના પરિવારજનો સાથે વાત કરી ? મહેરબાની કરીને પ્રમિતા સાથે વાત કરો. સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે આશીષ શૂટિંગ માટે નીકળવાનો હતો. આ દરમિયાન તેણે ડ્રાઇવરને બોલાવ્યો. જ્યારે ડ્રાઇવર પહોંચ્યો ત્યારે આશીષને ચાલવામાં તકલીફ થતી હતી હોવાનું કહેવાય છે.
3/3
મુંબઈઃ ટેલીવિઝનના જાણીતા એક્ટર આશીષ રોયના ફેન્સ માટે માઠા સમાચાર છે. આશીષને પેરાલિસિસ અટેક આવ્યો હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની તબિયત ખરાબ હોવાની જાણકારી વિનતા નંદાએ ફેસબુક પોસ્ટ કરીને આપી હતી. 2 વર્ષમાં તેને બીજો પેરાલિસિસ અટેક આવ્યો છે. આશીષ અનેક ટીવી સીરિયલ્સમાં કામ કરી ચુક્યો છે.