શોધખોળ કરો
Advertisement
કયા જાણીતા ફિલ્મ મેકરે તમારો ઓસ્કાર ક્યાં છે? કહીને અનિલ કપૂરની મજાક ઉડાવી, તો ગિન્નાયેલા અનિલે શું કહીને ઝાટકી નાંખ્યો.........
અનિલ કપૂરે ટ્વીટર પર દિલ્હી ક્રાઇમની ટીમને અભિનંદન આપતા લખ્યું- મે આ પહેલા પણ કહ્યું છે અને આને આજે ફરીથી કહુ છુ કેમકે આ લોકો આને ડિઝર્વ કરે છે
મુંબઇઃ આજકાલ ટ્વીટર લોકોની વચ્ચે લડવા ઝઘડવા માટેનો અખાડો બની ગયુ છે. તાજેતરમાં જ બૉલીવુડ સુપરસ્ટાર અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ વચ્ચે ટ્વીટર પર ઝઘડો થઇ ગયો. ખરેખરમાં અનિલ કપૂરે ટ્વીટર પર દિલ્હી ક્રાઇમની ટીમને અભિનંદન આપતા લખ્યું- મે આ પહેલા પણ કહ્યું છે અને આને આજે ફરીથી કહુ છુ કેમકે આ લોકો આને ડિઝર્વ કરે છે. અભિનંદન #દિલ્હીક્રાઇમટીમ... સારા લાગે છે જ્યારે અમારા વધુ વધુ લોકોને આંતરરાષ્ટ્રીય મંચ પર ઓળખ મળે છે @ShefaliShah_”
અનિલ કપૂરના આ ટ્વીટ કરતાં જ અનુરાગે તેને આડેહાથે લેતા ટ્વીટ કર્યુ, સારા લાગે છે જ્યારે કેટલાક ડિઝર્વિંગ લોકોને આંતરરાષ્ટ્રીય મંચ પર ઓળખ મળે છે, આમ પણ તમારો ઓસ્કાર ક્યાં છે? નથી મળ્યો? સારુ વધુ નૉમિનેશન?
અનુરાગના આ ટ્વીટ પર અનિલે જવાબ આપતા લખ્યું- તમે કદાચ સૌથી નજીકથી ઓસ્કાર ત્યારે જોયા હશે જ્યારે ફિલ્મ સ્લમડૉગને ટીવી પર ઓસ્કાર આપવામાં આવ્યો હતો. #તુમને ના હો પાયેગા.
અનિલના આ જવાબથી અનુરાગ ગુસ્સે ભરાયો, અને તેને અનિલને ફિલ્મ સ્લમડૉગ માટે સેકન્ડ ચૉઇસ ગણાવી દીધો. અનુરાગે કહ્યું કે આ ફિલ્મ પહેલા શાહરૂખ ખાનને ઓફર થવાની હતી પરંતુ તેના ના કહેવાથી અનિલ કપૂરને મળી હતી. અનુરાગે આમ કહ્યું તો અનિલ કપૂર ફરીથી ઉકળ્યો. તેને અનુરાગને જવાબ આપતા લખ્યુ- મને આનાથી ફરક નથી પડતો, કામ કામ હોય છે, તમારા જેવા કામ શોધવા માટે વાળ તો નથી ખેંચવા પડતા.
જોકે આ પછી પણ અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ વચ્ચે ટ્વીટર વૉર ચાલુ રહ્યું હતુ, બન્ને વચ્ચે ટ્વીટ પર ટ્વીટ થતાં રહ્યા હતા. આમ ટ્વીટર સુપરસ્ટાર અનિલ કપૂર અને ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ વચ્ચે જબરદસ્ત લડાઇ જામી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement