દરિયાકિનારે સ્વિમસૂટમાં દેખાઇ સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત, સુંદર તસવીરો થઇ વાયરલ
ત્રિશાલા આજકાલ હવાઇમાં વેકેશન એન્જૉય કરી રહી છે. તેને ત્યાંથી સનસેટ, ઝરણાં, સમુદ્ર કિનારો વગેરેની તસવીર શેર કરી છે,
![દરિયાકિનારે સ્વિમસૂટમાં દેખાઇ સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત, સુંદર તસવીરો થઇ વાયરલ Vacation Photos: sanjay dutt daughter trishala dutt hot bikini look viral દરિયાકિનારે સ્વિમસૂટમાં દેખાઇ સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત, સુંદર તસવીરો થઇ વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/85c03ea4edde0b4990c5ed84f6e438d9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ એક્ટર સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તા સોશ્યલ મીડિયા પર હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે. ત્રિશાલા હવે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં ત્રિશાલા દરિયાકિનારે બેઠેલી દેખાઇ રહી છે. તસવીરમાં તેને બ્લેક કલરનો સ્વિમસૂટ પહેરેલો છે.
ત્રિશાલા આજકાલ હવાઇમાં વેકેશન એન્જૉય કરી રહી છે. તેને ત્યાંથી સનસેટ, ઝરણાં, સમુદ્ર કિનારો વગેરેની તસવીર શેર કરી છે, ત્રિશાલા સંજય દત્ત અને ઋચા શર્માની દીકરી છે. સંજય દત્ત અને ઋચા શર્માએ બાદમાં તલાક લઇ લીધા હતા. ત્રિશાલા અમેરિકામાં રહે છે અને તે એક સાયકૉથેરાપિસ્ટ છે.
ત્રિશાલા દત્તે પોતાના લાંબા રિલેશનશીપનો કર્યો હતો ખુલાસો-
ત્રિશાલાએ તાજેતરમાં જ પોતાના અત્યાર સુધીના સૌથી લાંબા રિલેશનશીપનો ખુલાસો કર્યો હતો. તેને આવા વિશે ખુલીને વાત કરી હતી. તેને લખ્યું હતુ- હું આના વિશે વધારે ડિટેલમાં નહીં જાઉં કે આ કેમ સમાપ્ત થયુ, પરંતુ માની લો કે અમે અલગ થવાનો ફેંસલો કર્યો છે. અમારી વચ્ચે કોઇ મતભેદ નથી.
ત્રિશાલાએ આગળ લખ્યું કે- સંક્ષેપ અમે બન્ને અલગ થઇ ગયા, આજે તેના લગ્ન થઇ ચૂક્યા છે અને તેના બાળકો પણ છે, અને હું શુભેચ્છાઓ આપુ છું. ત્રિશાલાએ પોતાના એક ટૉક્સિક બૉયફ્રેન્ડ વિશે પણ બતાવ્યુ. તેને લખ્યું- તેને ચુપચાપ પોતાના દોસ્તથી અલગ કરી દીધી. મને તેનો અહેસાસ પણ ના થયો. જ્યારે પણ હુ બહાર જતી તેને ટેક્સ્ટ કરતી, અને ઘરે ઘરે આવ્યા બાદ તેને મેસેજ કરતી. તેમને એક પેસિવ, અગ્રેસિવ મેસેજ મોકલતો, જેમાં લખ્યું હતુ- ઓહ, કોઇ ઘરે મોડેથી આવ્યુ (વિન્ક ઇમૉજી) કદાચ હુ કંઇક એવુ કરી રહી હતી, જે મને ના કરવુ જોઇતુ હતુ. તે મજાક ન હતો કરી રહ્યો કેમકે હું તેને અને તેના ભૂતકાળને બહુ સારી રીતે જાણુ છુ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)