શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે પતિ પર લગાવ્યો ઘરેલું હિંસાનો આરોપ, ડિવોર્સ પેપરમાં થયો ખુલાસો
ઘરેલૂ હિંસા મામલે જ્યારે વાહબિજ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે આ વિશે કોઇ જ પુષ્ટિ કરી નથી અને જવાબ પણ આપ્યો ન હતો.
મુંબઈઃ ટીવી એક્ટર વિવિયન દસેના તથા વાહબિઝ દોરાબજીનાં ડિવોર્સ છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચામાં છે. પહેલાં એમ કહેવાતું હતું કે વાહબિઝે ડિવોર્સ બદલ પતિ પાસેથી 2 કરોડ રૂપિયા માંગ્યા છે. હવે એમ કહેવાય છે કે વાહબિઝે પતિ વિવિયન પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ લગાવ્યો છે. આ આરોપને લઈ વાહબિઝે કોઈ નિવેદન આપ્યું નથી.
સ્પોટ બોયનાં સોર્સિસ મુજબ, છૂટાછેડાનું કારણ ઘરેલૂ હિંસા છે. રિપોર્ટ મજુબ, છૂટાછેડા ફાઇલ કરતા સમયે વાહબિજે વિવિયન પર ઘરેલૂ હિંસાની સાથે અન્ય ઘણાં આરોપ લગાવ્યા છે.
ઘરેલૂ હિંસા મામલે જ્યારે વાહબિજ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે આ વિશે કોઇ જ પુષ્ટિ કરી નથી અને જવાબ પણ આપ્યો ન હતો.
વિવિયન-વાહબિજ સ્ટાર વન પર આવતા શો 'પ્યાર કી યે એક કહાની' દ્વારા મળ્યા હતાં. ત્યાંથીજ તેમની લવસ્ટોરી શરૂ થઇ હતી. વિવિયન હાલમાં ટીવી શો 'શક્તિ: અસ્તિત્વ કે અહેસાસ કી'માં હરમનનું પાત્ર ભજવે છે. તેની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement