શોધખોળ કરો

SK Bhagavan: કન્નડ દિગ્દર્શક એસકે ભગવાનના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આઘાતમાં, સીએમ બસવરાજ બોમાઈએ વ્યક્ત કર્યો શોક

છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક ઘણા સેલેબ્સના મોતના સમાચારે હચમચાવી દીધા છે ત્યારે આજ રોજ કન્નડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા એસકે ભગવાનનું હવે નિધન થયું છે.

SK Bhagavan passes away: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત કન્નડ નિર્દેશક એસકે ભગવાનનું 89 વર્ષની વયે નિધન થયું છે. ફેબ્રુઆરી 2023માં અત્યાર સુધીમાં 6 સેલેબ્સનું મૃત્યુ થયું છે.  જેણે બધાને ચોંકાવી દીધા છે. એસકે ભગવાન તેમની બોન્ડ સ્ટાઇલની ફિલ્મો માટે જાણીતા હતા.

કન્નડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા એસકે ભગવાનનું હવે નિધન

એવું લાગે છે કે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ પર કોઈની ખરાબ નજર પડી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક ઘણા સેલેબ્સના મોતના સમાચારે હચમચાવી દીધા છે. જ્યારે 19 ફેબ્રુઆરી રવિવારના રોજ કોમેડિયન મયિલસામીના નિધનના સમાચાર આવ્યા છે. ત્યારે આજ રોજ કન્નડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા એસકે ભગવાનનું હવે નિધન થયું છે. એસકે ભગવાન 89 વર્ષના હતા અને વય સંબંધિત બિમારીઓથી પીડિત હતા.

એસ.કે.ભગવાનની તબિયત કેટલાક સમયથી ઠીક ન હતી. ડિસેમ્બર 2022માં પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી. તેમના યાદગાર યોગદાનને પણ યાદ કર્યું.

સીએમ બસવરાજ બોમાઈએ શ્રદ્ધાંજલિ આપી

કર્ણાટક સીએમ બસવરાજ બોમાઈએ ટ્વિટર પર લખ્યું, 'એસકે ભગવાનના નિધનના સમાચાર સાંભળીને મોટો આઘાત લાગ્યો છે. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની હિંમત આપે. દોરાઈ-ભગવાનની જોડીએ કન્નડ સિનેમામાં ઘણી યાદગાર ફિલ્મો આપી. તેઓએ એકસાથે 55 ફિલ્મો કરી, જેમાં 'કસ્તુરી નિવાસ', 'બ્યાલુ દારી' અને હોસા લેકુક જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

થિયેટરથી શરૂઆત કરી, બોન્ડ સ્ટાઈલની ફિલ્મોથી ઓળખ

એસકે ભગવાને થિયેટર જગતથી થિયેટરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1956માં, તેમણે કનાગલ પ્રભાકર સાથે સહાયક તરીકે કામ કર્યું. દોરાઈ-ભગવાનની જોડી કન્નડ સિનેમામાં ફિલ્મ નિર્માતાઓની પ્રથમ જોડી હતી જે બોન્ડ શૈલીની ફિલ્મો બનાવવા માટે જાણીતી હતી. આ જોડી દ્વારા નિર્દેશિત બોન્ડ શૈલીની ફિલ્મોમાં 'જીવન ચૈત્ર', 'ગોવા દલ્લી CID 999', 'ઓપરેશન જેકપોટ નલ્લી સૈદી 999' અને ઓપરેશન ડાયમંડ રેકેનો સમાવેશ થાય છે.

ફેબ્રુઆરી 2023માં 6 સેલેબ્સનું અવસાન થયું

એસકે ભગવાનના નિધનથી સમગ્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે. સેલેબ્સ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. એક પછી એક મૃત્યુથી દરેક જણ દુઃખી છે. ફેબ્રુઆરી 2023માં આ દુનિયાને અલવિદા કહેનારા દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના સેલેબ્સમાં કે વિશ્વનાથ, વાણી જયરામ, ટીપી ગજેન્દ્રન, તારક રત્ન અને મયિલસામીના નામનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Embed widget