શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પોતાના જ શરીરને નફરત કરતી હતી આ હોટ એક્ટ્રેસ, લોકો કરતા હતા ટ્રોલ
ફિલ્મોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવનારી વિદ્યા બાલન એક સમયે પોતાની જ બોડીને નેફરત કરતી હતી.
નવી દિલ્હીઃ ફિલ્મોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવનારી વિદ્યા બાલન એક સમયે પોતાની જ બોડીને નેફરત કરતી હતી. આ વાતનો ખુલાસો ખુદ તેણે કર્યો છે. વિદ્યા બાલનને તેની બોડી માટે એટલી બધી ટ્રોલ કરવામાં આવી હતી કે તેને પોતાના શરીરથી નફરત થવા લાગી હતી.
હાલમાં મીડિયાને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યુમાં વિદ્યાએ બોડી શેમિંગ કરવા પર અને તેના આવા સમય અંગે વાત કરી. વિદ્યાને પોતાના પર જ શંકા થવા લાગી હતી. વિદ્યાએ કહ્યું કે, તેને તેના શરીર સાથે લાંબી લડાઈ લડી છે. તે ખૂબ ગુસ્સે હતી અને તેના શરીરથી નફરત પણ કરતી હતી. તેણે કહ્યું કે વજન ઓછું કર્યા બાદ પણ તેને અનુભવ કર્યો કે તેને દરેક લોકોએ પૂરી રીતે સ્વીકારી નથી અને અન્ય કોઇના કારણે પોતાનામાં બદલાવ લાવવાની જરૂરત નથી.
વિદ્યાએ કહ્યું કે, પોતાના શરીરને સ્વીકાર કરવામાં તેને ઘણી રાહ જોવી પડી છે અને હવે તે પોતાને વધારે સુંદર અને ખુશ હોય તેવો અનુભવ કરે છે. આજકાલ લોકો શરીરની ઉપર વધારે વાત કરે છે અને એવી વાતો બિલકુલ સારી લાગતી નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિદ્યા અક્ષય કુમારની સાથે મિશન મંગલમાં જોવા મળશે. તે સિવાય એન્ટી રામારાવની બાયોપિક પર પણ કામ કરી રહી છે. જે તેલુગુ ભાષામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
આરોગ્ય
મહિલા
Advertisement
gujarati.abplive.com
Opinion