શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
‘ભાભી જી ઘર પે હૈ’ના તિવારી એટલે રોહિતાશ ઇરાદપૂર્વક 11માં ધોરણમાં થયા હતા ફેઇલ, કારણ જાણી દંગ રહી જશો
‘ભાભી જી ઘર પે હૈ’ સિરિયલના દરેક પાત્રો ખૂબ જ દિલચશ્ય છે. જો કે આ દરેક કિરદારના રિયલ લાઇફના કિસ્સા પણ એટલા જ ધમાકેદાર છે. આપને જાણીને નવાઇ લાગશે પણ તિવારી એટલે કે રોહિતાશ ઇરાદાપૂર્વક 11માં ધોરણમાં થયા હતા ફેઇલ
ટેલિવૂડ:‘ભાભી જી ઘર પે હૈ’ શોમાં ન્યૂ ગૌરી મેમ એટલે કે નેહા પેંડસેની એન્ટ્રી થઇ ચૂકી છે. સૌમ્યા ટંડન બાદ નેહા આ રોલ માટે પરફેક્ટ લાગી છે. આ શોમાં કામ કરનાર દરેક કલાકારનું પર્ફોમ્સ શાનદાર છે. આ કારણે જ કોમેડી ,સિરિયસ પોપ્યુલર બની ગઇ છે. શોમાં જેટલા દરેકના કેરેક્ટર દિલચશ્ય છે તેટલા જ રિયલ લાઇફમાં પણ છે. આવો જ એક રસપ્રદ કિસ્સો રોહતાશના સ્કૂલ ટાઇમ સાથે જોડાયેલા છે. શું છે જાણીએ..
શા માટે જાણી જોઇ 11માં ધોરણમાં થયા ફેઇલ?
શોમાં મોહન તિવારીના અભ્યાસ અને વિદ્યાર્થી જીવનને લઇને હંમેશા સવાલો ઉઠતા રહે છે. રિયલ લાઇફ સાથે પણ કંઇક આવો જ એક કિસ્સો જોડાયેલો છે. રોહિતાશ 11માં ધોરણમાં જાણી જોઈને ફેઇલ થયા હતા. તેમણે આ વાતને સ્વીકારી છે. વાત એવી હતી કે, તેમના પિતા તેમને સાયન્સમાં જ અભ્યાસ કરાવવા ઇચ્છતા હતા. જો કે રોહિતાશને સાહિત્ય, કલામાં વધુ રસ હતો. સાયન્સમાં એડમિશન લીધા બાદ સાયન્સથી પીછો છોડવા માટે તેમણે અગિયારમાં ધોરણમાં જાણી જાઇને ફેઇલ થવાનું નક્કી કર્યું અને તેઓ ઇરાદપૂર્વક ફેઇલ થયા હતા. જેથી તે સાયન્સ છોડીને આર્ટસ સ્ટ્રીમમાં આવી શકે.
પત્નીના કહેવાથી શોમાં કર્યું કામ
સિરિયલ લાપતાગંજ બાદ રોહિતાશને ‘ભાભી જી ઘર પે હૈ’ શો માટે ઓફર મળી પરંતુ તેમણે શોમાં કામ કરવાની ના કહી દીધી હતી. રોહિતાશની પત્નીને જ્યારે આ વાતની જાણ થઇ તો તેમણે રોહિતાશને આ રોલ માટે પ્રોત્સાહિત કર્યાં અને આખરે તેમની એન્ટ્રી ‘ભાભી જી ઘર પે હૈ’ શોમાં થઇ. આ શોએ તેમની સિરિયલ લાપતાગંજ કરતા પણ વધુ સફળતા અપાવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion