તો સોનમ કપૂરે પણ રણબીર વિશે ઘણા ખુલાસા કર્યા હતા. સોનમે કહ્યું હતું કે, “રણબીર એક સારો દોસ્ત છે, પરંતુ મને નથી ખબર કે તે એક સારો બૉયફ્રેન્ડ છે કે નહીં. હું રણબીરને લાંબા સમયથી ઓળખું છું, પરંતુ એક દોસ્તની રીતે. મારો મતલબ છે કે દીપિકા આટલા સમય સુધી તેની સાથે ઘણી સારી રીતે રહે છે.” ઉલ્લેખનીય છે કે સોનમ કપૂર અને રણબીર કપૂરનાં અફેરની પણ ચર્ચાઓ આ પહેલા હતી.
2/3
આ શૉમાં દીપિકા આવી તેના કેટલાક દિવસ પહેલા જ રણબીર અને તેની વચ્ચે બ્રેકઅપ થયું હતુ. રૈપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહરે દીપિકાને પુછ્યું કે તે રણબીરને કઇ ગિફ્ટ આપવા માંગશે? દીપિકાએ આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, “હું રણબીરને એક કૉન્ડમનું પેકેટ ગિફ્ટ કરવા ઇચ્છુ છું, કારણકે તે એનો ઉપયોગ ઘણો જ વધારે કરે છે.” જ્યારે તેને પુછવામાં આવ્યું કે તે રણબીરને કઇ સલાહ આપવા ઇચ્છશે? તેના જવાબમાં દીપિકાએ કહ્યું કે, “તેણે કોઇક કૉન્ડોમ બ્રાન્ડની જાહેરાત કરવી જોઇએ.” આ એપિસૉડમાં દીપિકાએ એ પણ સ્વીકાર્યું હતુ કે, રણબીર કપૂરે તેની સાથે ચીટ કર્યું છે.
3/3
નવી દિલ્હીઃ આજકાલ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની કોમેન્ટને કારણે કરણ જોહરનો ચેટ શો ‘કોફી વિથ કરણ’ વિવાદોમાં છે. જોકે આ શોની સાથે વિવાદ એ કંઈ નવું નથી. પહેલા પણ આવનારા મહેમાનો એવી કોમેન્ટ કરી છે જેના પર ખૂબ ચર્ચા થઈ છે. યાદ કરો દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર એક સાથે આ શોમાં આવ્યા હતા અને તેણે રણબીર કપૂર વિશે ખૂબ સારી વાત કરી હતી અને ત્યારે આ બન્નેની વાતોથી ઋષિ કપૂર ખૂબ નારાજ થયા હતા.