ઉલ્લેખનીય છે કે, સલમાનનું નામ અનેક એક્ટ્રેસિસ સાથે જોડાઈ ચૂક્યું છે પણ તેણે આજ સુધી લગ્ન કર્યા નથી. તેના લગ્ન વિશે હંમેશાં અટકળો લાગતી રહે છે પણ તે હંમેશા તેને ટાળતો રહ્યો છે. સલમાનની ફિલ્મ ‘રેસ 3’ ઈદ પર રિલીઝ થઈ હતી. હાલમાં તેની ફિલ્મ ‘ભારત’ પર કામ ચાલી રહ્યું છે જેમાં તે પ્રિયંકા ચોપરા અને દિશા પટની સાથે જોવા મળશે.
2/5
સલમાને આગળ કહ્યું કે, ‘ખબર નહીં તેમને જૂહી માટે કેવા પ્રકારનો છોકરો જોઈએ છે. કદાચ હું તેમના વિશલિસ્ટમાં ફિટ બેસતો ન હતો.’
3/5
જૂહી વિશે વાત કરતા સલમાને કહ્યું કે, ‘જૂહી બહુ જ સ્વીટ છે અને અડૉરેબલ છોકરી છે. મેં તેના પિતા સમક્ષ લગ્નની વાત પણ કરી હતી પણ તેમણે મારું પ્રપોઝલ સ્વીકાર્યું નહીં.’
4/5
વીડિયોમાં સૌથી ખાસ વાત એ છે કે, સલમાન પોતાના લગ્નની વાત કરતો જોવા મળે છે. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે સલમાન ખાન તે સમયની ખૂબ જ જાણીતી એક્ટ્રેસ જૂહી ચાવલાને પસંદ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો.
5/5
નવી દિલ્હીઃ સલમાન ખાન હાલમાં પોતાની દબંગ ટૂર માટે અમેરિકામાં છે. એક્ટરની સાથે આ ટૂરમાં કેટરીના કૈફ, જૈકલીન ફર્નાન્ડીસ પણ સાથે છે. જ્યારે રેસ-3ના એક્ટર સલમાનનો એક 26 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સલમાન ખાન આમિર ખાન, જૂહી ચાવલા, રવીના ટંડન, દિવ્યા ભારતી જેવા અનેક સ્ટાર વિશે વાત કરતા જોવા મળે છે.