ઇશાને કહ્યું કે, શાહિદ મારા કરતા સારો ડાન્સર છે. અમે એકબીજાના સંગીત સાંભળીએ છીએ પરંતુ તે મારું સંગીત વધુ સાંભળતો નથી. હસતા હસતા ઇશાને કહ્યું કે મને લાગે છે કે હું થોડો વધારે ઉદાર છું. ભાઇ કામમાં ખૂબ વ્યસ્ત રહેતો હોવાના કારણે અમે ઘણા દિવસોથી સાથે કોઇ ફિલ્મ જોઇ નથી. શાહિદ મારો મોટો ભાઇ છે તેનો મને ગર્વ છે.
3/4
એક ઇન્ટરવ્યૂમાં ઇશાન ખટ્ટને જ્યારે પૂછવામાં આવ્યું કે તારા અને તારા ભાઇ શાહિદ કપૂર કરતા સારો ડાન્સર કોણ છે? જેના પણ તેણે કહ્યું કે, પ્રમાણિકતાથી કહું તો મારો ભાઇ શાહિદ મારા કરતા સારો ડાન્સર છે. હું મારા ભાઇ પાસેથી ઘણુ શીખ્યો છું. ઘણીવાર હું મારા ભાઇના ડાન્સના સ્ટેપ શીખવાનો પ્રયાસ કરું છું. તે મને ડાન્સની ટેકનિક પણ શીખવે છે.
4/4
મુંબઇઃ બોલિવૂડ એક્ટર ઇશાન ખટ્ટર અને જાહ્નનવી કપૂરની ફિલ્મ ‘ધડક’એ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યું છે. ફિલ્મ રીલિઝ થયાના 11 દિવસ બાદ પણ સારી કમાણી કરી રહી છે. ફિલ્મમાં ઇશાન અને જાહ્નનવીની કેમિસ્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા છે. ફિલ્મના ડિરેક્ટર કરણ જોહરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે ફિલ્મએ વર્લ્ડવાઇડ 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ન્યૂકમર્સની ફિલ્મ સાથે આવું ભાગ્યે જ જોવા મળે છે. જાહ્નનવી અને ઇશાન મને તમારા બંન્ને પર ગર્વ છે.