શોધખોળ કરો

ઓસ્કર એવોર્ડમાં ક્રિસને મુક્કો મારનાર વિલ સ્મિથે માફી માંગી, જાણો મુક્કો મારવાનું શું કારણ આપ્યું

ઓસ્કાર 2022 સમારોહમાં બધાની સામે ક્રિસ રોકને મુક્કો માર્યા બાદ વિલ સ્મિથે હવે માફી માંગી છે. વિલ સ્મિથે જાહેરમાં આવીને માફી માંગી છે અને સ્વીકાર્યું છે કે તે ખોટો હતો

ઓસ્કાર 2022 સમારોહમાં બધાની સામે ક્રિસ રોકને મુક્કો માર્યા બાદ વિલ સ્મિથે હવે માફી માંગી છે. વિલ સ્મિથે જાહેરમાં આવીને માફી માંગી છે અને સ્વીકાર્યું છે કે તે ખોટો હતો, એટલું જ નહીં વિલ સ્મિથ પોતે પણ પોતાના આ કૃત્યથી શરમ અનુભવી રહ્યો છે. વિલ સ્મિથે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર માફી માંગીને લખ્યું છે કે 'કોઈપણ રુપેની હિંસા ઝેરી અને વિનાશક હોય છે. ગઈ રાતના એકેડેમી એવોર્ડ્સમાં મારું વર્તન સ્વિકારવા લાયક નહોતું. મારા ખર્ચ વિશે મજાક કરવી એ મારા કામનો એક ભાગ છે, પરંતુ જાડા (વિલની પત્ની)ની તબીબી સ્થિતિની મજાક ઉડાવવી એ મારી સહનશક્તિની બહાર હતું અને મેં ભાવુક થઈને એ રીતે પ્રતિક્રિયા આપી હતી.

'હું તમારી જાહેરમાં માફી માંગવા માંગુ છું, ક્રિસ. મેં લાઈન ક્રોસ કરી હતી, હું ખોટો હતો. હું શરમ અનુભવું છું અને મારી હરકતો એવા આદમી જેવી નહોતી જેવો આદમી હું બનવા માંગુ છું. પ્રેમ અને દયાની દુનિયામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. હું એકેડેમી, શોના નિર્માતાઓ, શોમાં હાજર લોકો અને વિશ્વભરમાં શોને જોનારા દરેક વ્યક્તિની પણ માફી માંગવા માંગુ છું. હું વિલિયમ્સ પરિવાર અને મારા રાજા રિચાર્ડ પરિવારની માફી માંગવા માંગુ છું. મને ઘણો અફસોસ છે કે મારા વર્તનથી આ સુંદર યાત્રા પર ડાઘ પડી ગયો છે. હું તેના પર કામ કરી રહ્યો છું અને કરીશ.

View this post on Instagram
 
A post shared by Will Smith (@willsmith)

વિલ સ્મિથે ક્રિસને શા માટે મુક્કો માર્યો?
ક્રિસ રોક ડોક્યુમેન્ટરી ફીચર માટે ઓસ્કાર એવોર્ડ રજૂ કરવા સ્ટેજ પર આવ્યો હતો. આ દરમિયાન ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીના વાળ પર કોમેન્ટ કરી, જેના કારણે વિલ સ્મિથ ગુસ્સે થઈ ગયો અને તે સ્ટેજ પર પહોંચ્યો હતો. ત્યાર બાદ તેણે ક્રિસ રોકના ચહેરા પર મુક્કો માર્યો હતો. G.I Jane 2 ફિલ્મને લઈને ક્રિસ રોકે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી. જાડાની ટાલ પર ટિપ્પણી કરતા ક્રિસ રોકે કહ્યું કે, ટાલ હોવાના કારણે જ તેને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી. વિલ સ્મિથ દ્વારા મુક્કો મારવામાં આવ્યા બાદ ક્રિસ રોક થોડીવાર માટે સ્તબ્ધ રહ્યો, પરંતુ તેણે તેને હળવાશથી લીધું હતું. વિલ સ્મિથે ક્રિસને કહ્યું હતું કે, મારી પત્નીનું નામ તારા મોંમાંથી ના લેતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ

Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ

Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ

Embed widget