નવી દિલ્હીઃ WhatsApp સૌથી વધારે ઉપયોગમાં લેવાનાર મેસેજિંગ એપમાંથી એક છે. યૂઝર્સને સરળતા રહે તેને ધ્યાનમાં રાખતા WhatsApp નવા નવા ફીચર લાવતું રહે છે. જોકે, WhatsAppના કેટલાક યૂઝર્સ માટે ખરાબ સમાચારછે. 31 ડિસેમ્બર 2018 બાદ WhatsApp કેટલાક જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં પોતાનું સપોર્ટ આપવાનું બંધ કરી દેશે. એટલે કે, આ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા સ્માર્ટફોનમાં WhatsApp બંધ થઈ જશે.
2/4
આ ઉપરાંત એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને તેનાં પહેલાંની ઓફરેટિંગ સિસ્ટમ, iOS7 અને તે પછીની જુની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા iPhone પર પણ 1 ફેબ્રુઆરી, 2020 બાદ WhatsApp કામ નહીં કરે.
3/4
મળતી માહિતી મુજબ, જે યુઝર્સ અત્યારે પણ Nokia S40 ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફો માટે WhatsApp નવાં ફિચર્સ ડેવેલપ નહીં કરે. તે સાથે જ નોકિયા S40 પર કામ કરી રહેલાં મોબાઇલ ફોન પર વોટ્સએપનાં કેટલાંક ફિચર્સ પણ ક્યારેય પણ ચાલતા બંધ થઇ શકે છે.
4/4
આ પહેલાં ગત વર્ષે 31 ડિસેમ્બર 2017 બાદ 'બ્લેકબેરી OS', 'બ્લેક બેરી 10', 'Windows Phone 8.0' અને અન્ય જુના પ્લેટફર્મ્સ માટે WhatsApp દ્વારા સેવા બંધ કરવામાં આવી હતી.