આ રિચાર્જ પ્લાનની જાહેરાત જિયોના 149 રૂપિયાના પ્લાનને ટક્કર આપવા માટે બનાવાયો છે જેમાં 1.5 GB ડેટા રોજ મળે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસ સુધીની છે. જ્યારે બીએસએનએલના 198 રૂપિયાના રીચાર્જ પ્લાનને પહેલા જિયોના 198 રૂપિયાના પ્લાનને ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્લાનમાં બીએસએનએલ દરરોજ 1.5 GB ડેટા વપરાશ મળતો જેની વેલિડિટી 28 દિવસની હતી. આ પહેલા આ ડેટા માત્ર 1 GB હતો. જ્યારે જિયોની વાત કરવામાં આવે તો જિયો પોતાના આ પ્લાનમાં યૂજર્સને 28 દિવસ માટે રોજના 2 GB ડેટા આપી રહ્યું હતુ.
2/3
બીએસએનએલ ડેટા એસટીવી 155 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને રોજ 2 GB ડેટાની સુવિધા મળે છે જે 17 દિવસ સુધી માન્ય છે. એટલે કે કુલ ડેટા 34 GB છે. ટેલીકોમ ટોક રિપોર્ટ અનુસાર ડેટા 155 એસટીવી પ્રોમોશનલ ઓફર સ્ટેટસથી હટાવવામાં આવી છે. જેનો મતલબ છે કે હવે આ પ્લાન પર કોઈ એક્સપાયરી ડેટ નથી અને આ ઓફરનો લાભ તમામ યૂઝર્સ મેળવી શકે છે.
3/3
નવી દિલ્હી: ઘણા પ્રીપેડ ડેટા રિચાર્જમાં બદલાવ કર્યા બાદ બીએસએનએલને હવે ડેટા એસટીવી 155 લોન્ચ કર્યું છે. આ પ્લાન તમામ રાજ્યોના યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ પહેલા આ રિચાર્જ પ્રમોશનલ ઓફર તરીકે આવ્યું હતું જેની વેલિડિટી 90 દિવસની હતી. હવે આ રિચાર્જને તમામ યૂઝર્સ માટે લાગૂ કરવામાં આવ્યું છે. આ પહેલા બીએસએનએલ 14 રૂપિયા અને 241 રૂપિયાના પ્લાનમાં બદલાવ કરી ચૂક્યું છે. આ પ્લાનમાં એટલે બદલાવ કર્યો હતો કે જિયોને ટક્કર આપી શકે.