નોંધનીય છે કે રવિવારે લોન્ચ કર્યા બાદ બીએસએનલે હવે બીજી બે ઓફર્સ રજૂ કરી છે. તેમાં 144 પ્લાનની સુવિધા વધારે વેલિડિટી સાથે મળશે. જેમાં ગ્રાહક 792 રૂપિયામાં 180 દિવસ અને 1584 રૂપિયામાં 365 દિવસ સુધી આ સુવિધાનો લાભ લઈ શકે છે. તેને ખરીદવા માટે પતંજલિના કર્મચારીઓ નજીકના કસ્મટર સર્વિસ સેન્ટર પર પોતાનું પતંજલિ આઈડી અથવા કસ્ટમર ડોક્યુમેન્ટની સાથે જવાનું રહેશે.
2/4
સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ પર યૂઝર 144 રૂપિયાના રિચાર્જથી દેશભરમાં અનલિમિટેડ કોલ, 2 જીબી ડેટા અને 100 મેસેજ કરી શકશે. એટલું જ નહીં કસ્ટમર્સને હેલ્થ, એક્સિડેન્ટલ અને લાઇફ ઇન્શ્યોરન્સ પણ આપવામાં આવશે.
3/4
શરૂઆતમાં આ કાર્ડ પતંજલિના કર્મચારીઓને મળશે. આગામી દિવસોમાં તેને કમર્શિયલી લોન્ચ કરાશે. આ સિમ કાર્ડની સાથે પતંજલિની દરેક પ્રોડક્ટ પર 10 ટકા છૂટ આપવામાં આવશે.
4/4
નવી દિલ્હીઃ બાબા રામદેવની પતંજલિએ મોબાઇલ સિમકાર્ડ લોન્ચ કરીને ટેલિકોમ ક્ષેત્રમાં પણ પગપેસારો કર્યો છે. યોગ ગરુ બાબા રામદેવની કંપની પતંજલિએ રવિવારે તેની જાહેરાત કરી હતી. જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને બાબા રામદેવે સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ લોન્ચ કર્યું હતું.