શોધખોળ કરો
ભારતમાં લૉન્ચ થયું આ દમદાર પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર, કિંમત અને ફિચર્સ છે ગજબના, જાણો વિગતે
1/4

આ ડ્રમ શેપ વાળા સ્પીકરમાં કલર બદલવા વાળી LED લાઇટ્સ આપવામાં આવી છે. આનાથી ઓડિયો-વિઝ્યૂઅલ શૉનું ફિલ કરી શકાય છે. કંપનીના દાવા પ્રમાણે આ સ્પીકરને 6 કલાક સુધી ચલાવી શકાય છે.
2/4

કંપનીએ માહિતી આપી છે કે આ ડિવાઇસ એટલું કૉમ્પેક્ટ છે કે આને કોઇની પણ હથેળી પર રાખી શકાય છે. આ W8 સ્પીકરમાં માઇક્રો એસડી- કાર્ડ સપોર્ટ, ઓક્સ ઇનપુટ અને બિલ્ટ ઇન FM પણ આપવામાં આવ્યું છે.
3/4

આ દમદાર પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકરના ફિચર્સની વાત કરીએ તો આ અલ્ટ્રા પોર્ટેબલ W8 સ્પીકરમાં 10 મીટરની રેન્જ સુધી મોબાઇલ અને બીજા બ્લૂટૂથ ડિવાઇસથી કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ ટેકનોલૉજી આપવામાં આવી છે. સાથે આ સ્પીકરમાં બિલ્ટ ઇન માઇક્રોફોન પણ આપવામાં આવ્યો છે. આનાથી યૂઝર્સ કૉલ પણ કરી શકે છે અને કૉલ રિસીવ પણ કરી શકે છે.
4/4

નવી દિલ્હીઃ F&D એ ભારતમાં પોતાની પ્રૉડક્ટ પોર્ટફોલિયોનો વિસ્તાર આપતા એક નવું પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર લૉન્ચ કર્યું છે. આ સ્પીકરની કિંમત કંપનીએ 2,490 રૂપિયા રાખી છે. કસ્ટમર આને સ્નેપડીલ પરથી ઓનલાઇન ખરીદી શકે છે. સાથે આને ભારતમાં કેટલાક મુખ્ય રિટેલ સ્ટૉર પર પણ અવેલેબલ કરાવવામાં આવ્યુ છે.
Published at : 14 Aug 2018 03:33 PM (IST)
View More





















