આ ફેસિલીટીને દુનિયાભરમાં લૉન્ચ કરવા પર ફેસબુકે બે નવી વિશેષતાઓ પણ સામેલ કરી જે ટેસ્ટિંગ માટે અવેલેબલ છે. આમાં એક સહ-ટેસ્ટિંગ ફેસિલિટી સામેલ છે, જે 'વૉચ પાર્ટી'ના સભ્યને અન્ય મેમ્બર્સને ઇનવાઇટ કરવા આપે છે. જે વીડિયોને એડ કરી શકે છે અને પાર્ટીને શેર કરી શકે છે.
2/6
ફેસબુકના પ્રૉડક્ટ મેનેજર એરિન કોનોલીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, "એકવાર વૉચ પાર્ટી શરૂ થઇ ગયા બાદ યૂઝર્સ લાઇવ કે રેકોર્ડ વીડિયો જોઇ શકે છે અને આની સાથે એકબીજા સાથે વાતચીત પણ કરી શકે છે."
3/6
નવી દિલ્હીઃ દુનિયાનું સૌથી મોટું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક હવે યૂઝર્સને વધુ સારા ફિચર્સ આપી રહ્યું છે. તાજેતરમાં જ ફેસબુકે એક નવું ફિચર લૉન્ચ કર્યુ છે, જેને 'વૉચ પાર્ટી' નામ આપવામાં આવ્યું છે. આ યૂઝર્સને સોશ્યલ નેટવર્કના ગ્રુપમાં વાસ્તવિક સમયમાં એકસાથે વીડિયો જોવા અને કૉમેન્ટ કરવા માટે સક્ષમ બનાવે છે, એટલે કે આ કામ યૂઝર આસાનીથી કરી શકે છે. લગભગ 6 મહિનાના ટેસ્ટિંગ બાદ ફેસબુકે આને લૉન્ચ કર્યુ છે. આના માધ્યમથી ફેસબુક વીડિયો સ્ટ્રીમિંગ સ્પેસમાં યુટ્યૂબને ટક્કર આપવા માગે છે.
4/6
આ ફિચર કંપની પેજીજ માટે પણ અવેલેબલ કરાવવા માટે વિચારી રહ્યું છે, જે ખાસ કરીને સાર્વજનિક આંકડાઓ અને અેય સંગઠનોની પ્રૉફાઇલની માહિતી આપે છે.
5/6
ફેસબુકે આમાં આઉટસોર્સિંગ ફિચર પણ એડ કર્યુ છે, જે ગ્રુપના સભ્યોને અન્ય મેમ્બર્સને 'વૉચ પાર્ટી'માં એડ કરવા માટે વીડિયોનું સજેશન આપવા માટે સક્ષમ બનાવે છે. ફેસબુકે પણ આ ખુલાસો કર્યો કે 'વૉચ પાર્ટી' એકલા ફેસબુક ગ્રુપ સુધી સિમીત નહી રહે.
6/6
આ ફિચરનો યૂઝ કરવા માટે... કોઇપણ ફેસબુક ગ્રુપના સભ્યોને એક વીડિયો ચાલુ કરવો પડશે અને બીજાને તેની સાથે જોડાવવા માટે ઇનવાઇટ કરવું પડશે. ત્યારબાદ એક ચેટ વિન્ડો ખુલશે અને વીડિયો પ્લે થાય તે દરમિયાન એકબીજા સાથે વાતચીત કરી શકે છે.