નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક એક નવુ ફિચર લાવવની તૈયારીમાં છે. કંપની અનુસાર ફેસબુકમાં થિંગ્સ ઇન કૉમન નામના આ એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે, જે લોકોને કૉમેન્ટમાં દેખાશે.
2/6
3/6
ફેસબુકે કહ્યું કે, જો હાલમાં આ ફિચરને કેટલાક અમેરિકન યૂઝર્સને ટેસ્ટિંગના રૂપમાં આપવામાં આવ્યું છે. ફેસબુક અનુસાર આ ફિચરનો હેતુ લોકોને તેની દિલચસ્પી પ્રમાણે જોડવાનું છે. હાલ આના વિશે વિસ્તારમાં કોઇ માહિતી નથી આપવામાં આવી.
4/6
ફેસબુક સાથે જોડાયેલી બીજા સમાચારની વાત કરીએ તો એપલે પોતાના એપ સ્ટૉરમાંથી ફેસબુકના VPN એપ હટાવવાનું દબાણ કર્યુ ત્યારબાદ ફેસબુકે આને હટાવી લીધું હતું. આ એપ પર આરોપ હતો કે આ એપલની ગાઇડલાઇને ફોલો ન હતું કરતુ અને યૂઝરનો ડેટા કલેક્ટ કરતું હતું.
5/6
રિપોર્ટ્સ અનુસાર, થિંગ્સ ઇન કૉમનનુ લેબલ પબ્લિક કૉમેન્ટ્સમાં દેખાશે. ઉદાહરણ તરીકે કોઇએ ફેસબુક પેજની કોઇ પૉસ્ટ તમે કૉમેન્ટ કરી છે અને કેટલાય લોકોએ પણ કૉમેન્ટ કરી છે. જો આ પૉસ્ટની કૉમેન્ટમાં બીજો કોઇ યૂઝર કૉમેન્ટ કરી રહ્યો છે અને તે તમારી કૉલેજ કે ઓફિસમાંથી જ છે, તો તમને લેબલ મારફતે માહિતી આપવામાં આવશે. તમારો કોઇ મ્યૂચ્યૂઅલ ફ્રેન્ડ ના હોય તો પણ તમને જણાવવામાં આવશે.