ડિઝાઇન ચેન્જઃ નવી એન્ડ્રોઇડ પીમાં ગૂગલે નવી સિસ્ટમ નેવિગેશનની સાથે યૂઝર ઇન્ટરફેસને વધુ સારુ બનાવ્યું છે. આમાં રિડિઝાઇન કરવામાં આવેલું ક્વિક સેટિંગ્સ મળશે. સાથે જ વૉલ્યૂમ કન્ટ્રૉલ, નૉટિફિકેશન મેનેજમેન્ટ અને સ્ક્રીનશૉટને પણ પહેલાથી વધુ સારુ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ગૂગલે નવી એન્ડ્રોઇડમાં કેટલાક નાના મોટા ફેરફારો કર્યા છે.
3/10
સ્લાઇસેસઃ- આ ફિચર તે એપ્સ વિશે વધુ માહિતી આપશે, જેનો તમે સૌથી વધુ ઉપયોગ કરો છો.
4/10
એપ એક્શનઃ- એન્ડ્રોઇડ Pમાં એપ સેક્શન ફિચર આપવામાં આવ્યુ છે, જે એ પ્રેડિક્ટ કરશે કે તમે નેક્સ્ટ કામ કયુ કરવાના છો, જેથી તમે વધુ ફાસ્ટ અને પ્રૉડક્ટિવ રહી શકો. કંપનીએ ઉદાહરણ તરીકે જણાવ્યું કે, જો તમે પોતાના સ્માર્ટફોનામાં હેડફોન લગાવ્યો તો આ જાતે જ તમારુ પ્લે લિસ્ટ ઓપન કરીને આપી દેશે.
5/10
એડૉપ્ટિવ બ્રાઇટનેસઃ- આ નવુ ફિચર હવે મશીન લર્નિંગનો ઉપયોગ કરશે. આ દરમિયાન એ સમજવાની કોશિશ કરશે કે યૂઝર્સ અલગ અલગ સેટિંગ્સમાં પોતાની સ્ક્રીનની બ્રાઇટનેસ કેવી રાખવાનું પસંદ કરે છે.
6/10
એડૉપ્ટિવ બેટરીઃ- આ ફિચર તમારા દ્વારા સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહેલા એપ્સ અને સર્વિસ માટે ખાસ કરીને બેટરીને મેનેજ કરશે. આ રીતે બેટરીના બેસ્ટ મેનેજમેન્ટથી સ્માર્ટફોનને વધુ વાર સુધી ચાલવામાં મદદ મળશે.
7/10
8/10
9/10
નવી દિલ્હીઃ I/O 2018 ડેવલપર્સ કૉન્ફરન્સમાં ટેકનોલૉજી દિગ્ગજ ગૂગલે સત્તાવાર રીતે એન્ડ્રોઇડ P મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમને લૉન્ચ કરી દીધી છે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગને ખાસ ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આમાં એડૉપ્ટિવ બેટરી, એડૉપ્ટિવ બ્રાઇટનેસ, એપ એક્શન, સ્લાઇસેસ અને આ રીતના કેટલાક નવા ફિચર્સ આપવામાં આવ્યા છે. અહીં તેના મુખ્ય કામના ફિચર્સ વિશે માહિતી આપવામાં આવી છે.
10/10
ગૂગલે જાહેરાત કરી છે કે અત્યારે એન્ડ્રોઇડ પી બીટા Sony Xperia XZ2, Xiaomi Mi Mix 2S, Nokia 7 Plus, Oppo R15 Pro, Vivo X21, OnePlus 6 અને Essential PH 1 ડિવાઇસમાં અવેલેબલ કરાવવામાં આવી છે.