નવી દિલ્હી: ટેક્નોલોજી દિગ્ગજ ગૂગલે તેમની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ Allo લોંચ કરી દીધી છે. આજથી આ એપ એન્ડ્રોય અને iOS યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. શક્ય છે કે આગામી દિવસોમાં આ એપ વોટ્સએપને પણ ટક્કર આપી શકે છે. કારણ કે ગૂગલ તેના સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને આ એપને અન્ય મેસેન્જર એપ અને સર્વિસ કરતા વધારે સ્માર્ટ બનાવી શકે છે. આ એપના અમુક ખાસ ફિચર્સ અન્ય કોઈ મેસેન્જરમાં તમને નહીં મળે.
2/6
સ્માર્ટ રિપ્લાય ફિચરઃ આ ફિચર દ્વારા તમે કોઈ પણ મેસેજનો ખૂબ ઝડપથી રિપ્લાય કરી શકો છો. તેમાં રિપ્લાય કરવા માટે તમને ઘણાં સજેશન મળશે જેને સિલેક્ટ કરીને જવાબ આપી શકાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તે સમજી લેશે કે સેન્ડરે તમને શું મોકલ્યું છે. ઉદાહરણ તરીકે તમારા કોઈ મિત્રએ તમને પાળી શકાય તેવા જાનવરની તસવીર મોકલી છે તો એપ તમને cute સેન્ડ કરવાનો ઓપ્શન આપશે. ટેપ કરતા જ આ મેસેજ સેન્ડ થઈ જશે. આ જ પ્રમાણેના ઘણાં જવાબ પહેલેથી જ તૈયાર આપવામાં આવ્યા છે.
3/6
ખાસ છે ગૂગલ આસિસ્ટન્ટ ફિચરઃ ગૂગલ આસિસ્ટન્ટ પર ક્લિક કરશો તો અહીં એક નવું કન્વર્ઝેશન ખુલશે. અહીં તમે સીધા ગૂગલના ચેટ બોક્સથી વાત કરી શકશો. સૌથી પહેલાં તે તમને જણાવશે કે, તે તમારુ લોકેશન ઉપયોગ કરશે અને જો તમે 'હા'નો ઓપ્શન સિલેક્ટ કરશો તો તે તમને ઘણાં પ્રકારની માહિતી આપશે. અહીં તમને ઘણાં પ્રકારની કેટેગરી મળશે જેવી કે વેધર, ગેમ્સ, સ્પોર્ટ્સ, ફન, ગોઈંગ આઉટ અને ટ્રાન્સલેટ જેવા ઓપ્શન છે. ઉદાહરણ તરીકે તમારે કોઈ સ્પોર્ટ્સનો સ્કોર જાણવો હશે તો અહીં તમે Game પર ક્લિક કરશો. ત્યાર પછી ગૂગલ આસિસ્ટન્ટ તમને 7 ઓપ્શન આપશે. તેમાં સ્કોર, ટીમ શેડ્યુલ, સ્પોર્ટ્સ ન્યૂઝ જેવી માહિતી હશે. અહીંથી તમારે જે માહિતી જોઈતી હશે તે તમે મેળવી શકો છો.
4/6
પ્રાઈવસી માટે ઈન્કોગ્નિટો મોડઃ જો તમારે પ્રાઈવસી જોઈએ તો એલોમાં એક ઈન્કોગ્નિટો મોડ આપવામાં આવ્યો છે. તેમાં કરવામાં આવેલા તમામ ટ્રાન્સપોર્ટ લેયર સિક્યોરિટી દ્વારા ઈન્ક્રિપ્ટેડ હોય છે. તે સિવાય તેમાં કરવામાં આવેલી ચેટ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ પણ થશે. યુઝર્સ તેમના મેસેજ અમુક સમય પછી જાતે જ ડિલીટ થઈ જાય તે માટે ટાઈમ પણ સેટ કરી શકે છે. યુઝર્સ તેના મેસેજ ટાઈમનું સેટિંગ કરીને 10 સેકન્ડ, 30 સેકન્ડ, એક મિનિટ, એક કલાક, એક દિવસ અને અમુક લાંબા ગાળા પચી પણ ડિલીટ થઈ જાય તેવુ સેટિંગ કરી શકે છે.
5/6
આ રીતે કરે છે કામઃ સૌથી પહેલાં તેને ઈન્સ્ટોલ કર્યા પછી તમારો ફોન નંબર રજિસ્ટર્ડ કરાવવાનું કહેવામાં આવશે. ત્યારપછી તેમાં તમારે તમારો પ્રોફાઈલ ફોટો સેટ કરવાનું કહેવામાં આવશે. જોકે, તમે તેને સ્કીપ કરી શકો છો. અહીં તમારે તમારું નામ રજિસ્ટર્ડ કરવાનું છે અને તે તમારા જી-મેલ એકાઉન્ટ સાથે જોડાઈ જાય છે. આ સ્ટેપ્સ પછી તેની હોમ સ્ક્રિન દેખાશે જ્યાં ત્રણ ઓપ્શન દેખાશે. પહેલા સેન્ડ મેસેજ, બીજુ સ્ટાર્ટ ગ્રૂપ ચેટ અને ત્રીજુ ગૂગલ આસિસ્ટન્ટનું ઓપ્શન છે.
6/6
તસવીર ઈમેજીસ અને સ્ટીકર્સઃ ચેટ દરમિયાન ગૂગલ એલો પર ટેક્સ્ટ અને ઈમેજીસને જેટલી ઈચ્છશો તેટલી મોટી કરીને મોકલી શકાશે. તસવીરમાં પણ એડિટીંગ કરી શકો છો. તે સિવાય ગૂગલે પ્રખ્યાત કલાકાર સાથે મળીને 25 કસ્ટમ સ્ટીકર્સ બનાવ્યા છે જેનો તમે ઉપયોગ કરી શકો છે. કંપનીએ આ એપને ઘણી સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.