ઓનર 8X ની કિંમત, તેની 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા, 6 જીબી રેમ સાથે 64 જીબી સ્ટોરેજની કિંમત 16,999 રૂપિયા અને 6 જીબી રેમ અને 128 GB ની સ્ટોરેજની કિંમત 18,999 રૂપિયા છે. ફોનનું વેચાણ એમેઝોન ઇન્ડિયાથી 24 ઓક્ટોબરના રોજ થશે.
2/4
ઓનર 8Xના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 5.5 ઇંચ પૂર્ણ એચડી પ્લસ નોચ ડિસ્પ્લે છે. આ ઉપરાંત ફોનમાં કિરિન 710 પ્રોસેસર, ગેમિંગ માટે જી.પી.યુ. ટર્બો, 4 જીબી અને 6 જીબી રેમ અને 64 જીબી અને 128 જીબી સ્ટોરેજ હશે, જે 400 જીબી સુધી વધારી શકાય છે. આ ફોન 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમમાં ઉપલબ્ધ હશે. ફોનની બોડી ગ્લાસની છે. ફોનમાં બે સિમ કાર્ડ્સ અને એક મેમરી કાર્ડનો એકસાથે ઉપયોગ કરી શકાય છે.
3/4
ઓનર 8Xના કેમેરાની વાત કરીએ, તો તેમાં 20+2 મેગાપિક્સલ ડ્યુઅલ રીઅર કેમેરા છે, જ્યારે ફ્રન્ટ કેમેરો 16 મેગાપિક્સલનો છે. બંને કેમેરામાં એઆઈ સપોર્ટ હશે. ફોનમાં ફેસ અનલોક સુવિધા પણ હશે. ફોનમાં 3750 એમએએચ બેટરી છે અને કનેક્ટિવિટી ડ્યુઅલ 4 જી વૉઓએલટી, વાઇફાઇ, બ્લૂટૂથ અને 3.5 એમએમ હેડફોન જેક મળશે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.
4/4
નવી દિલ્હીઃ તહેવારની સીઝન દરમિયાન હુવાવની સબ બ્રાન્ડ હોનરે ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Honor 8X લોન્ચ કર્યો છે. આ ફોન કંપનીના લોકપ્રિય Honor 7X ફોનનું અપગ્રેડ વર્ઝન છે. Honor 8Xની ખાસ વાત એ છે કે આ ફોનમાં આઈફોન એક્સ જેવી ડિસ્પ્લે નોચ છે. સ્માર્ટફોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સવાળા ફીચર્સ ઉપલબ્ધ છે.