આ પહેલા પણ વોટ્સએપ સરકારની આવી માગમને ફગાવી ચૂક્યું છે જેના કારણે હવે સરકાર વધુ એક પત્ર મોકલવાની તૈયારીમાં છે. જેમાં કંપનીને એલર્ટ કરવામાં આવશે કે જો તે સરકારની માગ નહીં માને તો દેશમાં વોટ્સએપ બેન કરી દેવામાં આવી શકે છે. નોંધનીય છે કે, જુલાઈથી લઈને અત્યાર સુધીમાં આ ત્રીજો સત્તાવાર લેટર હશે.
2/4
નવી દિલ્હીઃ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય વોટ્સએપને ત્રીજી નોટિસ ફટકારવા પર વિચાર કરી રહ્યું છે. કહેવાય છે કે, સરકાર વોટ્સએપને પોતાના પ્લેટફોર્મ પર મેસેજ શોધવાની સિસ્ટમ વિકસાવવા માટે ભાર મુકશે. જોકે, અમેરિકાની આ કંપની સતત કરી રહી છે કે આમ કરવાથી એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શનની પ્રક્રિયાને અસર થશે અને સાથે જ તેનાથી યૂઝર્સની પ્રાઈવસીનું પણ ઉલ્લંઘન થશે.
3/4
આ માટે સરકારે વોટ્સએપ સામે ત્રણ શરત મુકી હતી. જેમાં વોટ્સએપ પર ફેક ન્યૂઝ અને અફવાઓ રોકવામાં આવે અને તેના માટે પ્રભાવી સિસ્ટમ વિકસાવવામાં આવે. બારતમાં કામ કરવા માટે ઓફિસ બનાવવામાં આવે. ફેક મેસેજના મૂળને જાણવા માટે ટેક્નિકલ સમાધાન શોધે અને ફરિયાદના ઉકેલ માટે અધિકારીની નિમણૂક કરે.
4/4
ભારતમાં વોટ્સએપ દ્વારા ફેક ન્યૂઝ અને અફવાઓ ફેલાયા બાદ મોબ લિચિંગ જેવી ઘટનાઓ પણ બની ચૂકી છે. ભારતે વોટ્સએપને અફવાઓ રોકવા, પોર્ન અને ફેક ન્યૂઝ પર નિયંત્રણ લાવવા માટે ટેક્નિકલ સમાધાન શોધવા કહ્યું હતું.