સરકારી કંપની બીએસએનલ જિઓ બાદ બીજી કંપની છે જેના ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે અને કંપનીએ ઓક્ટોબરમાં કુલ 3.64 લાખ નવા ગ્રાહકો જોડ્યા અને તેના કુલ ગ્રાહકોની સંક્યા વધીને 11.34 કરોડ થઈ છે.
2/4
દેશની બીજ સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યા ઓક્ટોબરમાં 73.61 લાખ ઘટી છે અને કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા 42.76 કરોડ રહી ગઈ છે. ભારતી એરટેલના ગ્રાહકોની સંખ્યા પણ ઓક્ટોબરમાં 18.64 લાખ ઘટી છે અને કુલ 34.16 કરોડ પર આવી ગઈ છે.
3/4
ટ્રાઈએ જણાવ્યુંકે, જીએસએમ, સીડીએમ અને એલટીઈ ત્રણેય મળીને મળીને વાયરલેસ ગ્રાહકોની સંખ્યામાં ઓક્ટોબરમાં 0.6 ટકા વધીને 117 કરોડ રહી છે જે સપ્ટેમ્બરમાં 116.92 કરોડ ગ્રાહક હતા. શહેરમાં ગ્રાહકોની સંખ્યા ઓક્ટોબરમાં 64.82 કરોડ થઈ જ્યારે સપ્ટેમ્બરમાં 64.77 કરોડ હતી. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગ્રાહકોની સંખ્યા ઓક્ટોબરમાં વધીને 52.17 કરોડ થઈ જે સપ્ટેમ્બરમાં 52.15 કરોડ હતી.
4/4
નવી દિલ્હીઃ ટેલિકોમ દિગ્ગજ રિલાયન્સ જિઓ નવા ગ્રાહક જોડવામાં ઓક્ટોબરમાં સૌથી આગળ રહી અને કંપનીએ 1.05 કરોડ નવા ગ્રાહક જોડ્યા. ત્યાર બાદ બીએસએનએલનો નંબર આવે છે, જ્યારે અન્ય ટેલિકોમ કંપનીઓના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ટ્રાઈએ બુધવારે આંકડા જારી કરીને આ જાણકારી આપી છે.